International

મારે પણ પૈસા ચૂકવી દેવા છે અને જીવનમાં આગળ વધવું છે : વિજય માલ્યા

(એજન્સી) લંડન, તા.૩
ભારતીય બેંકોને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડીને વિદેશ ફરાર થયેલા વિજય માલ્યાને ભારત લાવવા માટે એજન્સીઓ સંપૂર્ણ પ્રયાસ કરી રહી છે. મંગળવારે લંડનની એક કોર્ટમાં સુનાવણી દરમિયાન માલ્યાને રાહત મળી છે. ત્યારે માલ્યાએ પોતાની વેદના ટ્‌વીટ કરીને ઠાલવી છે. માલ્યાએ ટ્‌વીટ કરીને બેંકોના રૂપિયા ચૂકવવા ફરી તૈયારી બતાવી છે.
કોર્ટમાંથી રાહત મળતા જ વિજય માલ્યાએ ટ્‌વીટ કરીને કહ્યું છે કે, ભગવાન મહાન છે, ન્યાય જરૂર થાય છે. હું હંમેશા કહેતો આવ્યો છું કે મારા પર લગાવેલા આરોપો ખોટા છે. હવે જ્યારે કોર્ટે પણ પોતાનો ચૂકાદો આપ્યો છે ત્યારે હું ફરી એક વાર કહું છું કે હું બેંકોને રૂપિયા પરત કરવા માટે તૈયાર છું. પૈસા લઈ લો અને મામલો ખતમ કરો. હું તમામ કર્મચારીઓને પૈસા ચૂકવવા માટે તૈયાર છું અને જિંદગીમાં આગળ વધવા માગુ છું. આ સિવાય માલ્યાએ સીબીઆઈ પર પણ ખોટો કેસ કરવાનો આરોપ લગાવ્યો છે. આપને જણાવીએ કે, મંગળવારે જ લંડનની હાઇકોર્ટમાં વિજય માલ્યા સાથે જોડાયેલા મામલામાં સુનાવણી થઇ હતી. બ્રિટેનની ગૃહ સચિવે વિજય માલ્યાને ભારત પ્રત્યર્પિત કરવાનો આદેશ આપ્યો હતો. જેના વિરૂદ્ધ માલ્યાએ અપીલ કરી હતી. વિજય માલ્યાની આ અપીલ હવે કોર્ટે પણ સ્વીકારી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    International

    સીરિયામાં ઇરાની વાણિજ્યવાસ પર ઇઝરાયેલનાહુમલાથી નજીકના કેનેડિયન મિશનને નુકસાન

    (એજન્સી) તેહરાન, તા.૧૩કેનેડાના વિદેશ…
    Read more
    International

    ઇઝરાયેલને પેલેસ્ટીની કેદી વાલિદ દક્કાહનુંશબ પરત કરવા એમ્નેસ્ટીની હાકલ

    (એજન્સી) તા.૧૩માનવાધિકાર સંગઠન…
    Read more
    International

    ઇઝરાયેલી હાઇકોર્ટે અરબ ઇઝરાયેલી નાગરિકોને લશ્કરી સેવામાં ભરતી કરવાની અરજી ફગાવી દીધી

    (એજન્સી) જેરૂસલેમ, તા.૧૩ઇઝરાયેલન…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.