મુખ્યમંત્રી વિજય રૂપાણી આજથી શહેરી વિસ્તારોના શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવશે

અમદાવાદ, તા.૨૧
મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં આવતીકાલ, શુક્રવાર ૨૨ જૂનથી બે દિવસ માટે રાજ્યવ્યાપી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ૧૬મી કડીનો શહેરી વિસ્તારોમાં આરંભ થશે. આ વર્ષનો શહેરી ક્ષેત્રનો પ્રવેશોત્સવ ૧૨૭૭ પ્રાથમિક અને ૧૫૫૦ માધ્યમિક શાળાઓમાં યોજાશે. વિજય રૂપાણી ગાંધીનગર મહાનગરની આર.જી. કન્યા વિદ્યાલયથી સવારે ૯ કલાકે આ પ્રવેશોત્સવનો આરંભ કરાવશે. મુખ્યમંત્રી આ શાળામાં ૩પ૦ બાળાઓને ધો-૯મા પ્રવેશ અપાવશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણા જિલ્લામાં આ શિક્ષણ સેવા અભિયાનનું નેતૃત્વ કરશે. રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ તેમજ બોર્ડ નિગમના પદાધિકારીઓ સહિત પ૭ પદાધિકારીઓ, ૩૬ આઇએએસ, ૨૯ આઇપીએસ, ૦૬ આઇએફએસ અધિકારીઓ તેમજ ખાતાના વડાઓ અને સચિવાલયના ઉચ્ચ અધિકારીઓ મળી ૧૧૫ સેવાકર્મીઓ આ શિક્ષણ સંસ્કાર યજ્ઞમાં જોડાશે. તાજેતરમાં તા.૧૪ અને ૧પ જૂન દરમિયાન રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવમાં ૨૨૨૬ દિવ્યાંગ બાળકો સહિત ૪ લાખ ૬૮ હજાર બાળકોએ ધોરણ-૧મા તેમજ ૩ લાખ ૭ર હજાર વિદ્યાર્થીઓએ ધોરણ-૯મા પ્રવેશ મેળવ્યો છે. આંગણવાડી અને બાળ મંદિરમાં નામાંકન અંતર્ગત આ અભિયાન દરમિયાન ર લાખ ર૧ હજાર બાળકોનું નામાંકન કરવામાં આવ્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks