જ્યાં વરસાદ ઓછો છે ત્યાં સરકાર ખેતી માટે પાણી આપશે

અમદાવાદ, તા.૧૯
રાજ્યમાં ભારે વરસાદને પગલે સર્જાયેલ પુરની સ્થિતિ અંગે સર્વગ્રાહી સમીક્ષાની મુખ્યમંત્રીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. જેમાં મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, ગત વર્ષની જુલાઈની સરખામણીમાં આ વર્ષે ૩ ટકા વધુ વરસાદ વરસ્યો છે. જો કે જે વિસ્તારોમાં વરસાદ ઓછો છે ત્યાં કડાણા જળાશય-સુજલામ સુફલામ જળથી તળાવો ભરીને કચ્છ-મોરબી, માળિયા, ધ્રાંગધ્રા સુધી નર્મદા કેનાલમાં પાણી વહાવી ખેતી પાકો માટે ખેડૂતોને પાણી અપાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં થયેલી અતિવૃષ્ટિ-ભારે વરસાદની સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં યોજીને કરી હતી. તેમણે આ બેઠકમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં રસ્તા, વીજળી, પાણી પૂરવઠો, આરોગ્ય, ઘરવખરી-કેશડોલ્સ સહાય તેમજ ખેતીની જમીનની સ્થિતીની સંપૂર્ણ વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીએ સમીક્ષા બેઠક બાદ પ્રચાર માધ્યમોને રાજ્યમાં સર્જાયેલી સ્થિતી અને રાજ્ય સરકારના વિભાગો દ્વારા હાથ ધરાયેલા પગલાંઓની ભૂમિકા આપતા કહ્યું કે આ વર્ષે સમગ્ર રાજ્યમાં તા.૧૮મી જુલાઇની ગત વર્ષની તૂલનાએ ૩ ટકા વધુ વરસાદ વરર્સ્યો છે. ગત વર્ષે આ સમયગાળા સુધીમાં ૪ર ટકા વરસાદ સામે આ વર્ષે ૪પ ટકા વરસાદી પાણી પડયું છે. વરસાદ બિલ્કુલ થયો જ ન હોય તેવો કોઇ જ વિસ્તાર-તાલુકો રાજ્યમાં નથી. રાજ્યના રરપ તાલુકામાંથી પાંચ ઇંચથી ઓછા વરસાદ વાળા માત્ર ૬૦ તાલુકા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ર૩થી ર૬ જુલાઇ દરમ્યાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ વ્યાપક વર્ષા થવાની સંભાવનાઓ છે. હવે સૌરાષ્ટ્રના સાગરકાંઠે અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ઘટી રહ્યું છે. રાજ્ય સરકારે જે વિસ્તારોમાં વરસાદ ઓછો પડયો છે તે વિસ્તારના ખેડૂતોને પાક માટે પાણી મળી રહે તેવા ઉદાત અભિગમથી કડાણા જળાશયમાંથી મધ્ય ગુજરાત માટે તેમજ અન્ય વિસ્તારમાં સુજલામ-સુફલામ અંતર્ગત તળાવો ભરીને પાણી પહોચાડવાનો નિર્ણય કર્યો છે.
તેમણે એમ પણ જણાવ્યું કે જ્યાં વ્યાપક વરસાદ થયો છે ત્યાં ખેડૂતોને પાણીની કોઇ સમસ્યા ન રહે એ દિશામાં પણ સરકાર સક્રિય છે. રાજ્યના જળાશયોની સ્થિતીની વિગતો આપતાં મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યના ૧૩ જળાશય-ડેમ ૧૦૦ ટકા ભરાઇ ગયા છે જ્યારે નવું પાણી આવવાથી ૭ જળાશયો ૯૧ થી ૯૯ ટકા ભરાયા છે, પ૦ થી ૬૦ ટકા ભરાયેલા ર૪ જળાશયો છે. રાજ્યમાં હવે એક પણ ગામ સંપર્ક વિહોણું રહ્યું નથી. ૪રપ માર્ગો રિપેર કરી દેવાયા છે. એટલું જ નહિ, સ્ટેટ હાઇવે અને ગ્રામીણ માર્ગો મળી ૧૧૧ જેટલા રસ્તાઓને જે વરસાદી અસર પડી છે તેનું મરામત કાર્ય પણ માર્ગ-મકાન વિભાગે ત્વરાએ હાથ ધર્યું છે. દ્ગડ્ઢઇહ્લની રર ટીમો રાજ્યમાં તૈનાત છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ-રાહત કામોમાં અસરકારક સહયોગ કરી રહી છે. તેમણે ઉમેર્યું કે આ વરસાદને પરિણામે ૧૪ વ્યકિતઓના પાણીમાં તણાઇ જવાથી મૃત્યુ થયા છે. ૧૮ જેટલા લોકોના વીજળી પડવાથી કે વીજ કરંટ લાગતાં અપમૃત્યુ થયા છે. ૧૬૦ જેટલા પશુઓના મૃત્યુ થયાનું પ્રાથમિક તારણ છે. આ વરસાદને કારણે મકાનો તથા ઘરવખરીને થયેલા નુકશાનના સર્વે માટે મહેસૂલ વિભાગ દ્વારા ૧૧ અસરગ્રસ્ત જિલ્લામાં ૩ર૪ ટીમો રચવામાં આવી છે. વિજય રૂપાણીએ વરસાદને કારણે અસરગ્રસ્ત ૧૧ જિલ્લામાં ૭૮૯ ગામોને ખેતી જમીનનું નુકશાન થયું છે તેની પ્રાથમિક અંદાજોની વિગતો આપતાં જણાવ્યું કે જમીન ધોવાણના સર્વે માટે ૧ર૦ ટીમની રચના કરી છે. અંદાજે ૧ લાખથી વધુ હેકટર જમીનને આ વરસાદની અસર થયાનો પ્રાથમિક અંદાજ છે. વરસાદને કારણે વીજપૂરવઠાને અસર થઇ હોય તેવા તમામ ૩પ૧પ ગામોમાં વીજ પૂરવઠો પૂર્વવત કરી દેવાયો છે.હવે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહિત મધ્યપ્રદેશ-રાજસ્થાનમાં વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, આ વ્યાપક વરસાદને પરિણામે એકંદરે રાજ્યમાં આ વર્ષે ખેતી પાક સારો થશે. એટલું જ નહિ, રાજ્યમાં પીવાના-ખેતીના પાણી માટે પણ સમસ્યા રહેશે નહિ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks