Gujarat

ભવિષ્યની પેઢીને પ્રેરણા મળે તે માટે ઈતિહાસનું આલેખન કરાવીશું : રૂપાણી

(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૬
અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઇ પટેલની આગામી તા.૩૧મી ઓકટોબરના રોજ જન્મજયંતિ પ્રસંગે તેમની વિશ્વની સૌથી મોટી પ્રતિમાના અનાવરણ અગાઉ લોકોમાં સરદાર સાહેબ અંગે વધુ જાણકાર કેળવાય તે માટે રાજ્ય સરકાર દ્વારા તમામ શહેરોમાં એકતાયાત્રા યોજાઇ રહી છે. વડોદરામાં એકતાયાત્રાને ખાસ કોઇ પ્રતિસાદ ન મળતા અત્યાર સુધી નીકળેલી મોટાભાગની યાત્રાઓમાં આંગળીના વેઢે ગણાય તેટલા કાર્યકર્તાઓ જોવા મળ્યા હતા. તો યાત્રાને વેગવંતી બનાવવા આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી વડોદરા આવ્યા હતા અને છાણી સ્થિત સરદાર ચોક ખાતેથી નીકળેલી એકતાયાત્રામાં તેઓ જોડાયા હતા.
સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા બાદ તેમણે જણાવ્યું હતું કે, હાલનાં સમયમાં સરદાર વલ્લભભાઇને સમજવાની તાતી જરૂરીયાત છે. ભવિષ્યની પેઢી માટે પ્રેરણા મળે તે માટે ઇતિહાસનું આલેખન કરાવીશું. ભાજપે સરદાર સાહેબને શ્રેષ્ઠ અંજલી આપી છે અને કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું રાષ્ટ્રીય એકતાનું પ્રતિકનું નિર્માણ કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં દેશના સાડા પાંચ લાખ ગામડાઓનું પણ યોગદાન છે. જો સરદાર વલ્લભભાઇ ન હોત તો જૂનાગઢ અને હૈદરાબાદ જવા આપણે વિઝા લેવા પડત અને ભારતનો ઇતિહાસ કઇક અલગ જ હોત. જો કાશ્મીરનો પ્રશ્ન હલ કરવાની જવાબદારી સરદાર વલ્લભભાઇને સોંપાઇ હોત તો આજે ત્યાં જે રીતે લોહી વહી રહ્યા છે તેવી ઘટનાનું નિર્માણ ન થાત. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, મેયર ડો.જિગીષાબેન શેઠ, સાંસદ રંજનબેન ભટ્ટ સહિત ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ત્યાં હાજર સૌને રાષ્ટ્રીય એકતાના શપથ લેવાડાવ્યા હતા.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    CrimeGujarat

    કટ્ટરવાદી કાજલ શિંઘાળાએ મુસ્લિમ મહિલાઓ અને મુસ્લિમ સમાજ વિશે અશોભનીય બફાટ કરતા પ્રચંડ રોષની લાગણી

    મુસ્લિમ મહિલાઓની આબરૂ તથા અસ્મિતાનું…
    Read more
    CrimeGujarat

    વિદ્યાર્થીએ ટિકિટ માંગી તો કંડક્ટરે લોહીલુહાણ કર્યોલીંબડી બસ સ્ટેન્ડમાં એસટી બસના કંડક્ટરે વિદ્યાર્થીને માર મારતો વીડિયો વાયરલ

    વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા થતાં…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.