National

આઉચ ! ઓલિમ્પિક મેડાલિસ્ટ બોક્સર વિજેન્દ્રસિંહે મોદી ફેક કહ્યા, કહ્યું : ચહેરાની પાછળ કેવી વ્યક્તિ છે તે હું ભૂતકાળમાં ઓળખતો નહોતો એટલે પ્રશંસા કરી હતી

(એજન્સી) તા.૨પ
બોક્સર વિજેન્દ્રસિંહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મિત્રતા તમે સોશિયલ મીડિયા પર જોઈ જ હશે. બંનેએ અનેક વખત એક બીજાના વખાણ કે અભિનંદન આપતા ટિ્‌વટ્‌સ કર્યા છે. ૨૦૧૬માં વિજેન્દ્ર જ્યારે પ્રથમ પ્રોફેશનલ મેડલ જીત્યો ત્યારે પીએમ મોદીએ તેને અભિનંદન પાઠવ્યા હતા. વિજેન્દરે ફેસબુક પર વડાપ્રધાન મોદી સાથેની તસવીર પણ શેર કરી હતી. પરંતુ ૨૦૧૯માં આ ચિત્ર પલટાયું છે. હવે વિજેન્દ્રસિંહ કોંગ્રેસનો ઉમેદવાર બની ગયો છે, હવે તેનું કહેવું છે કે વડાપ્રધાન મોદી અનેક વખત લોકોને ખોટું બોલ્યા છે. એનડીટીવી સાથે વાતચીત કરતા વિજેન્દ્રસિંહે જણાવ્યું કે, “જ્યારે તમે કોઈના વખાણ કરો છો ત્યારે તમે તેના ચહેરા પાછળ શું છૂપાયેલું છે તે જાણી નથી શકતા. ૨૦૧૪માં બીજેપીને સૌથી મોટી જીત થઈ હતી. મારી પાસે હજી પણ એ યુ-ટ્યૂબ વીડિયો છે. જેમાં મોદીએ કહ્યું હતું કે દરેકના ખાતામાં ૧૫-૨૦ લાખ તો એમ જ આવી જશે. આ જૂઠ હતું. લોકો અને ખાસ કરીને ગરીબોએ તેમની આ વાત માની લીધી હતી. નોંધનીય છે કે ૨૦૧૪માં નરેન્દ્ર મોદીએ અનેક ચૂંટણી રેલી સંબોધી હતી, જેમાં તેમણે કાળું નાણું પરત લાવવાનું વચન આપ્યું હતું. તેમના કહેવા પ્રમાણે જો આવું થઈ શકે તો દરેકના ખાતામાં ૧૫ લાખ જમા થઈ શકે એટલી રકમ દેશમાં પરત આવશે. આ સંદર્ભે બોક્સર વિજેન્દ્રસિંહે જણાવ્યું કે, મોદીએ પોતાનું વચન પાળ્યું નથી. ઉલ્લેખનીય છે કે દક્ષિણ દિલ્હી લોકસભા બેઠક માટે કોંગ્રેસ તરફથી બોક્સર વિજેન્દ્રસિંહની પસંદગી કરવામાં આવી છે. પહેલા એવા અહેવાલ વહેતા થયા હતા કે કોંગ્રેસ આ બેઠક માટે ૧૯૮૪ શીખ વિરોધી તોફાનોના આરોપી સજ્જનકુમાર સિંઘના ભાઈને ટિકિટ આપવાનું વિચારી રહી છે. કોંગ્રેસ સાથે જોડાવવા અંગે વિજેન્દ્રસિંહે જણાવ્યું કે, “મારું સપનું અને મારા વિચારો કોંગ્રેસ સાથે મળતા આવે છે. તેમની પાસે વિઝન છે, તેમની પાસે આયોજન છે, તેમણે લોકોને શિક્ષિત કર્યા છે, તેમની પાસે સારા નેતાઓ છે, તેઓ ભવિષ્યની વાત કરે છે, તેઓ સારી વસ્તુઓ અંગે વાત કરે છે. નોંધનીય છે કે સોમવારે કોંગ્રેસ દિલ્હી માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. જેમાં દિલ્હીમાં ત્રણ ટર્મ સુધી મુખ્યમંત્રી રહેલા શિલા દીક્ષિતના નામનો સમાવેશ થાય છે. પૂર્વ દિલ્હીમાંથી અરવિન્દર સિંઘ લવલી, ચાંદની ચોકમાંથી જેપી અગ્રવાલ, ઉત્તર-પશ્ચિમ દિલ્હીમાંથી રાજેશ લીલોથીયા અને પશ્ચિમ દિલ્હીમાંથી મહાબલ મિશ્રાના નામની જાહેરાત કરવામાં આવી છે. નવી દિલ્હીમાં ૧૨મી મેના રોજ મતદાન યોજાશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    NationalPolitics

    કેજરીવાલને ૬ દિ’ના રિમાન્ડ, AAP દેશવ્યાપી વિરોધ કરશે

    કેજરીવાલની ધરપકડ સામે સુપ્રીમ…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.