કોડિનારના છારા ગામે થાંભલેથી વીજકરંટ લાગતાં આધેડનું મોત

કોડીનાર, તા.રપ
કોડીનાર પંથકમાં પીજીવીસીએલના ૧૧ કેવીના વાયરો શોર્ટ થવાની બે અલગ-અલગ દુર્ઘટના બનવા પામી છે. જેમાં છારા ગામે એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે જ્યારે કોડીનારના શીંગવડા નદીના પુલ ઉપર પડેલા વાયરથી પીજીવીસીએલના કર્મચારી દીપકભાઈ ગોહિલની સમય સૂચકતાથી મોટી જાનહાનિ ટળી હતી.
વિગત એ વી છે કે પીપળી ગામના જેશીંગભાઈ કેશરભાઈ ગોહિલ (ઉ.વ.પ૦) છારા ગામે મજૂર મૂકી ઝાંપે ઊભા હતા ત્યારે ૧૧ કે.વી.ના થાંભલામાં અચાનક શોર્ટ થતા જેશીંગભાઈ ગોહિલનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. જેને પીએમ માટે કોડીનાર સરકારી દવાખાને ખસેડાયા છે. જ્યારે બીજી ઘટનામાં કોડીનારના શીંગવડા નદીના પુલના છેડે અચાનક ૧૧ કેવીનો વાયર પડતા પુલ ઉપર ટ્રાફિકજામ થઈ ગયો હતો. ત્યારે ત્યાંથી પસાર થતા પીજીવીસીએલના કર્મચારી દીપકભાઈ ગોહિલે સમયસૂચકતા વાપરી ટ્રાફિક અટકાવી તાત્કાલિક લાઈન બંધ કરાવી સમારકામ કર્યું હતું. દરમિયાન એક કલાક માટે પુલ ઉપર વાહનોની કતાર લાગી જતા ટ્રાફિકજામ થઈ ગયો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks