અમરેલી, તા. ૧૦
ખાંભા તાલુકાના દાઢીયાળી ગામે વૃદ્ધને વીજ કરંટ લાગતાં પત્ની બચાવવા જતા બંનેને કરંટ લાગવાથી મોત નિપજતા અરેરાટી મચી જવા પામી હતી.
આ અંગે મળતી વિગતો અનુસાર અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના દાઢીયાળી ગામે રહેતા વૃદ્ધ ભાણાભાઈ આપાભાઈ વિંઝુડા ઉવ-૬૫ ગઈકાલે વરસાદ પડી રહ્યો હતો. તેથી તેની ઓસરીમાં પાણી પડતું હોવાથી ભાણાભાઈ તેની ઓસરીના નળિયા સરખા કરવા ગયેલ જેથી તેના મકાનના નળિયા ઉપરથી ઇલેક્ટ્રિક વાયર પસાર થતો હોઈ અને વાયરને અડી જતા વીજ કરંટ લાગતા ભાણાભાઈએ રાડ પાડતા તેમના પત્ની લાખુબેન (ઉ.વ.૬૨)ને બચાવવા જતા તેમને પણ વીજ કરંટ લગતા બંને પતિ પત્નીને ખાંભા સરકારી દવાખાને સારવારમાં લઇ જતા તેમના મોત નીપજેલ હતા નાના એવા ગામમાં અરેરાટી મચી જવા પામી હતી.
Facebook
0
Twitter
0