વિપક્ષી કોંગ્રેસ દ્વારા વિવિધ પ્લેકાર્ડ સાથે દેખાવો

અમદાવાદ, તા.૧૫
અમદાવાદ શહેરમા છેલ્લા બે માસથી સર્જાયેલી રોડ અને રોગચાળાની પરિસ્થિતિ સંદર્ભમા આજે બપોરના સુમારે વિપક્ષ કોંગ્રેસના નેતાની આગેવાનીમા મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે વિવિધ પ્રકારના પ્લેકાર્ડ સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરીમા ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામા આવતા વાતાવરણ તંગ બની જવા પામ્યુ હતુ આ સાથે જ વિપક્ષ તરફથી મેયર ઓફિસને ઘેરી લઈને મેયર સમક્ષ શહેરની પરિસ્થિતિ મામલે ઉગ્ર દેખાવો કરવાની સાથે મેયરને ત્રણ વાંદરાની પ્રતિકૃતિ આપવામા આવી હતી.સત્તાધારી ભાજપમા ચાલી રહેલો જુથવાદ પણ આજે સામે આવ્યો હતો જેમા મેયરની પડખે માત્ર એમના જુથના કોર્પોરેટરો જ જોવા મળ્યા હતા.આ અંગેની વિગત એવી છે કે,અમદાવાદ શહેરમા છેલ્લા બે માસથી પણ વધુના સમયથી પડેલા ભારે વરસાદને પગલે શહેરના ૨૦૨ કિલોમીટરના રસ્તાઓ તુટી જવા પામ્યા છે આ સાથે જ અમદાવાદ શહેરમા સ્વાઈનફલૂ સહિતના અન્ય રોગના સંખ્યા બંધ કેસો સામે આવવા પામ્યા છે આ પરિસ્થિતિમા શહેરના મેયર સહિતના હોદ્દેદારોનો તંત્ર ઉપર કોઈ પણ પ્રકારનો કાબુ ન હોવાના આક્ષેપ સાથે આજે બપોરે સ્ટેન્ડીંગ કમિટીની બેઠક મળે એ અગાઉ વિપક્ષ કોંગ્રેસના નેતા દિનેશશર્માની આગેવાનીમા કોંગ્રેસના કોર્પોરેટરો અને શહેર કોંગ્રેસના આગેવાનો મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરી ખાતે એકઠા થયા હતા.જ્યાં તેમણે અમદાવાદ શહેરમા આવેલા વિવિધ વોર્ડના તુટેલા રસ્તાઓ,રોગચાળાની પરિસ્થિતિ ઉપરાંત ગંદકી સહિતના મામલે વિવિધ પ્રકારના પ્લેકાર્ડ સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી ત્રીજામાળ ઉપર આવેલી મેયર ઓફિસની બહાર ઘેરાબંધી કરી લીધી હતી.આ સમયે પરિસ્થિતિ તંગ બની જતા સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમા ભાગ લેવા આવેલા મ્યુનિ.અધિકારીઓને પણ કચેરીમા પ્રવેશ આપવાનો પોલીસ દ્વારા ઈન્કાર કરવામા આવ્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks