National

ઉદ્યોગો સ્થાપવામાં કરોડોનો ખર્ચ, ગાયોના વિતરણથી ૬ મહિનામાં કમાણી સુનિશ્ચિત !! : વિપ્લવ દેબ

(એજન્સી) નવી દિલ્હી, તા.પ
રોજગાર વધારવાના પ્રયત્નોમાં ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ દેબે રવિવારે જાહેરાત કરી હતી કે રાજ્ય સરકાર પ૦૦૦ પરિવારોને ગાયો વહેંચવાની યોજના બનાવશે જે વળતરમાં તેમને ૬ મહિનામાં આવક આપતી થશે તો કુપોષણને દૂર કરવામાં પણ મદદ કરશે. બિપ્લબે કહ્યું કે, અમે પ૦૦૦ પરિવારોને ગાયો વહેંચવાની યોજના શરૂ કરવાની તૈયારીમાં છે. હું મોટા ઉદ્યોગોનો વિરોધી નથી પરંતુ તેમાં ર૦૦૦ લોકોને રોજગાર પૂરો પાડવા રૂા.૧૦,૦૦૦ કરોડનું રોકાણ કરવું પડે છે અને જો પ૦૦૦ પરિવારોને ગાય આપવામાં આવે તો તે ૬ મહિનામાં આવક ઊભી કરવાનું શરૂ કરશે. આ પ્રથમવાર નથી કે મુખ્યમંત્રીએ બેરોજગારીને દૂર કરવા માટે સલાહ-સૂચન આપ્યા હોય. ઓગસ્ટમાં તેમણે સલાહ આપી હતી કે યુવાનોએ સરકારી નોકરી માટે રાજકીય પક્ષોની પાછળ પડવા કરતાં પોતાનો સમય ન બગાડી ભરણપોષણ માટે ગાયો દોહવી જોઈએ અથવા તો પાનના ગલ્લા ખોલવા જોઈએ. જીમ કન્સ્ટ્રક્ટરમાંથી મુખ્યમંત્રી ઉદાહરણ પૂરું પાડવા માગે છે અને તેથી તેઓ પોતાના ઘરે ગાયો પાળવાની શરૂઆત કરશે. જેનું દૂધ તેમના પરિવારના લોકો પીશે. આ પગલાંથી તેમને આશા છે કે ત્રિપુરાના લોકોમાં કુપોષણ સામે લડતની ભાવના જાગશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    NationalPolitics

    કેજરીવાલને ૬ દિ’ના રિમાન્ડ, AAP દેશવ્યાપી વિરોધ કરશે

    કેજરીવાલની ધરપકડ સામે સુપ્રીમ…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.