Gujarat

વિરમગામ ખાતે સાસુ, વહુને ભોળવી ૭ તોલાના દાગીના લઈ ઠગ યુવતી છૂ !

(સંવાદદાતા દ્વારા) વિરમગામ, તા.રર
વિરમગામમા રહેતા સાસુ અને વહુને વિધવા સહાયની લાલચ આપી યુવતી દ્વારા ફસાવી ૭ તોલા જેટલા સોના – ચાંઁદીના દાગીના લઇને એક યુવતી ફરાર થઈ જવા પામી છે.
વિરમગામ શહેરમા અરિહંત ફ્લૅટમાં રહેતા દિલીપભાઇ મહેતાની માતા શકરીબેનની તબિયત નાદુરસ્ત હોવાને કારણે બપોરના અરસામાં પોતની પુત્રવધૂને સાથે લઈ હોસ્પિટલમાં દવા લેવા ગયા હતા. જ્યાં દર્દીઓની લાંબી લાઇન હોવાથી એક અજાણી યુવતી શકરીબેન પાસે આવી કહેવા લાગી કે તમો વિધવા સહાયનું ફોર્મ ભર્યું છે કે નહીં તેવી વાતોમાં લઈ વિશ્વાસમાં લઈ સાસુ-વહુને તાલુકા સેવા સદન ખાતે લાવી ફોર્મ ભરાવની વાત કરી અને કહ્યું ફોર્મ માટે તમારો ફોટો જોઈશે તેમ કહીને આ પહેરેલા ઘરેણા ઉતારી નાખો આ ફોટામાં દેખાશે તો સહાય નહીં મળે. જેથી તમે આ કાઢી નાખો તો શકરીબેને પહેરેલા દાગીના મંગલ્સુત્ર, બંગડીઓ ઊતારી પાકીટમાં મૂક્યા અને આ યુવતી સાથે રીક્ષામાં બેસી ફોટા પડાવવા ગોલવાડી દરવાજા આવ્યા હતા.
ત્યારે નયનાબેનનો ફોટો પડાવી તમે સેવા સદનમાં બેસો હું શકરીબેન સાથે બીજા માજીને રીક્ષામાં આવંુ છંુ. તેવું જણાવતા નયનાબેન સેવા સદન આવેલા ત્યારે ફોટો પડાવવાના બહાને વૃદ્ધા શકરીબેન પાસેથી ઠગ યુવતીએ થેલી લઈ લીધી હતી. અંદર સોનાના ઘરેણા સહિતનું પાકીટ તફડાવી ફરાર થઈ જતા સાસુદ્‌-વહુને ઠગાઇ થઈ હોવાનો અહેસાસ થતા સગા-વાહલાઓને જાણ કરી હતી. જેમાં ભાગ્યોદય હોસ્પિટલના ષ્ઠષ્ઠંદૃ કેમેરા ફૂટેજમાં યુવતી દેખાતા નયનાબેને આ ઠગ યુવતીને ઓળખી બતાવી હતી. જેથી વિરમગામ ટાઉન પોલીસ દ્વારા જાણવા જોગ ફરિયાદના આધારે યુવતીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.