વિરમગામમાં લોકમેળાની પરવાનગી ન આપવા રજૂઆત : તો આત્મવિલોપનની ચીમકી

વિરમગામ, તા.૮
વિરમગામ શહેરમાં સિધ્ધનાથ મહાદેવ મંદિરના મેદાનમાં શ્રાવણ માસમાં યોજાતા ભાતીગળ લોકમેળાની પરમિશન ન આપવા વિરમગામ ન.પા.ના પૂર્વ કાઉન્સિલ બળવંત ઠાકોરે વિરમગામ પોલીસ અધિક્ષક, વિરમગામ મામલતદાર પ્રાંત અધિકારી, સહિત રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે. આ લેખિત રજૂઆતમાં જણાવ્યું છેક થોડા દિવસો પછી પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન વિરમગામ શહેરમાં સિધ્ધનાથ મહાદેવ મંદિરના મેદાનમાં લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. જે લોક મેળાની છેલ્લા ૩ વર્ષથી વિરમગામ મામલતદાર કચેરીઓના અધિકારીઓએ મંજૂરી આપેલ નથી. જેમાં આ વર્ષે પણ આ લોકમેળાની તંત્ર દ્વારા મંજૂરી ન આપવામાં આવે કારણકે મંદિરની બાજુમાં શાળા-કોલેજ, ગાંધી હોસ્પિટલ, ઓર્થોપેડિક હોસ્પિટલ, આંખની હોસ્પિટલ, આજુબાજુના સોસાયટી વિસ્તાર આવેલ છે. ત્યારે આજુબાજુના વિસ્તારમાં રહિશો અને કોઈ દર્દીઓ, હોસ્પિટલ, રાહદારી-વાહનચાલકોને ખૂબ તકલીફ પડે છે. અને છેલ્લા ૩ વર્ષથી આ જગ્યાએ મેળો ભરતો પણ ન હતો અને કોઇ રાજકીય ઇશારે મંજૂરી આપવામાં આવે છે. તેમજ તાજેતરમાં સૌરાષ્ટ્રમાં જે બે ત્રણ બનાવો બનેલા છે વાયા વિરમગામ સૌરાષ્ટ્રનું નાકું હોઇ કોઇ અનિચ્છનીય બનાવ બનવાની શક્યતા સર્જાય છે. તેમજ આ વર્ષે વરસાદ અને ભયંકર રોગચાળા ધ્યાનમા રાખીને આ મેળાની મંજૂરી ન આપવામાં આવે. આ બાબતે માગણી સંતોષવા મા નહી આવે તો ના છુટકે ૧૫ ઓગસ્ટના દિવસે ધ્વજવંદનનો કાર્યક્રમ પછી આત્મવિલોપન કરવાની ફરજ પડશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks