(સંવાદદાતા દ્વારા) વિરમગામ,તા.ર૯
વિરમગામ સેવા સદન ખાતે આજરોજ વિરમગામના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડના અધ્યક્ષ સ્થાને શહેરના પ્રાંણ પ્રશ્નોના નિકાલ માટે પ્રતિક ઉપવાસ ઉપર બેઠા હતા. જેમાં નગરપાલિકાના કાઉન્સિલરો જીલાનીમિયાં બાપુ, યાસીનભાઈ મંડલી, ઈકબાલભાઈ તાઈ તેમજ શહેરનાં કોંગ્રેસના કાર્યકર્તાઓ એમદશા બાપુ, ઉસ્માનભાઈ એકતા, અહેમદભાઈ મુલતાની, નાસીરભાઈ વોરા, જગદીશભાઈ પટેલ, આચીન સોની, અ.સમદ ખોખર, મુસ્તાકભાઈ ખાવડિયા, ઈકબાલભાઈ વેપારી, સફદરભાઈ વોરા, અકુભાઈ વગેરેની હાજરીમાં ઉપવાસ આદરી શહેરના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ થાય તેવી માંગણી કરી છે. વિરમગામ શહેર કોંગ્રેસ તથા કોંગ્રેસના તેમજ અપક્ષ કાઉન્સિલરો અને ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ બે દિવસના પ્રતિક ધરણા ઉપર બેઠા છે. જો તે પ્રશ્નોનો નિકાલ નહીં થાય તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે જવલદ આંદોલન કરીશું.
જેમાં વિરમગામ શહેરમાં ઉભરાતી ભુગર્ભ ગટર અંગેના જે વિરમગામના હાર્દ સમાન વિસ્તાર ગોલવાડી દરવાજા જ્યાં સ્કૂલના વિદ્યાર્થીઓને પડતી હાલાકીના પ્રશ્નો, શહેરના વિવિધ વિસ્તારમાં પીવાના પાણીમાં ગટરનું ગંદુ પાણી આવે છે તે પ્રશ્ન, શહેરમાં ઠેર-ઠેર ગંદકીના પ્રશ્નો, વરસાદી ગટર સફાઈ કરવાની કામગીરીમાં થતો વિલંબ શહેરની સુખાકારીની ફરિયાદ અંગે ચીફ ઓફિસર દ્વારા દુર્લક્ષ સેવા અંગે ચીફ ઓફિસરની મનમાની, વિરમગામ શહેરના પાન ચકલા, લાકડી બજાર, ચોકસી બજાર સોસાયટી વિસ્તાર પરકોટા વગેરે વિસ્તારમાં ગંદા પાણીનો પ્રશ્ન હલ કરવા તેમજ ચીફ ઓફિસરની બદલી કરવામાં આવે વગેરે માગણીઓ કરવામાં આવી છે.
વિરમગામ નગરપાલિકાની સામાન્ય સભા તા.ર૬/૦૬/ર૦૧૮માં એજન્ડાના ત્રણ કામો જે તમોએ જ આપખુદ શાહીથી મંજૂર કરેલ છે. જેમાં તમારા ૧૪ સભ્યોની કામગીરી અમારા ૧૭ સભ્યોને માન્ય નથી. તો તે કામો ચર્ચા વિચારણા કર્યા વગર અધુરૂં મુકી તમાં ૧૪ સભ્યો ઉભા થઈ જતા રહ્યા હતા. તે કામો કઈ ગ્રાન્ટમાં કેટલી રકમ કરેલ છે ?
નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા નગરપાલિકાના જૂના રોજમદારોને બિન અધિકૃત વ્યક્તિની વાતોમાં આવી આપખુદ શાહીથી છુટા કરેલ છે તે અંગેનો યોગ્ય ખુલાસો કરવાની માગણી કરેલ છે.
વિરમગામ શહેરની વરસાદી ગટરની સફાઈ બાબતે સીધું એજન્સીને કામ આપી દીધેલ છે. તેમાં ભ્રષ્ટાચારની ગંધ આવે છે. તેની તપાસ કરવાની માગણી કરી છે.