(એજન્સી) તા.૧૧
ટીમ ઈન્ડિયાના કપ્તાન વિરાટ કોહલી અને તેની ગર્લફ્રેન્ડ બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ મિલાનમાં એક ખાનગી સમારોહમાં લગ્ન કરી લીધા છે. ફિલ્મ ફેયરના રિપોર્ટ મુજબ એક સૂત્રએ ખુલાસો કર્યો કે કપલના લગ્ન નજીકના મિત્રો અને પરિવાર વચ્ચે થયા છે. વિરાટ અને અનુષ્કા ભારતીય સમય અનુસાર સાંજે આઠ વાગે પોતાના લગ્નની આધિકારિક ઘોષણા કરી હતી. ટીમ ઈન્ડિયાના કપ્તાન વિરાટ કોહલીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર લગ્નનો ફોટો શેયર કર્યો હતો. વિરૂષ્કા નામથી પ્રખ્યાત આ જોડીની લગ્ન પછીની તસવીરો સોશિયલ મીડિયા પર આવી ગઈ છે અને ઝડપથી વાયરલ થઈ રહી છે. લગ્નના વેન્યુની કેટલીક તસવીરો સામે આવી છે. લગ્ન પ્રખ્યાત પેલેસ બોરગો ફિનોચિટ્ટોમાં થઈ છે. લગ્નમાં શાહરૂખ, આમીર સહિત ઘણા સેલિબ્રિટીઓને ઈનવાઈટ કરવામાં આવ્યા હતા. જોરદાર સિકયોરિટીની સાથે મહેમાનોની એન્ટ્રી તૈયાર કરવામાં આવી હતી. સાંભળવામાં એમ પણ આવી રહ્યું છે તે લગ્ન પંજાબી સ્ટાઈલમાં થયા હતા. ત્યાં જ રિસેપ્શનની તારીખ પણ નક્કી થઈ ગઈ છે. પહેલાં રિસેપ્શન ર૧એ રાખવાના હતા. હવે ર૬ ડિસેમ્બરે મુંબઈમાં રિસેપ્શન પાર્ટી થશે.