ઈંગ્લેન્ડના બેટસમેનોએ કુલદીપ વિરૂદ્ધ સારી તૈયારી કરી હતી : કોહલી

કાર્ડિફ, તા.૭
બીજી ટ્‌વેન્ટી-ર૦ મેચમાં ઈંગ્લેન્ડે ભારતને પાંચ વિકેટે હરાવી સિરીઝ ૧-૧થી બરાબર કરી લીધી છે. આ પરાજય બાદ ટીમ ઈન્ડિયાના કપ્તાન વિરાટ કોહલીએ કહ્યું કે બીજી મેચમાં ઈંગ્લેન્ડના ખેલાડીઓએ કુલદીપ યાદવ વિરૂદ્ધ સારી તૈયારી કરી હતી અને તેને સારી રીતે રમ્યા. કોહલીએ સ્વીકાર કર્યો કે બીજી ટ્‌વેન્ટી-ર૦ મેચમાં ઈંગ્લેન્ડે સારૂ પ્રદર્શન કર્યું અને ૧પ૦નો ટાર્ગેટ સફળતાપૂર્વક ચેઝ કર્યો. કુલદીપે પ્રથમ મેચમાં પાંચ વિકેટ ઝડપી ભારતના વિજયમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. ભારતીય કપ્તાને કહ્યું કે પાંચ ઓવરમાં ટોપ ઓર્ડર ગુમાવી દેવાથી નુકસાન થયું. રોહિત (પ), ધવન(૧૦) અને રાહુલ (૬)ના જલ્દી પેવેલિયન પરત ફરવાથી ભારતનો સ્કોર ૩ વિકેટે રર રન થઈ ગયો. કોહલીએ કહ્યું કે ત્રણ વિકેટ જલ્દી ગુમાવી દેવાથી પુનરાગમન મુશ્કેલ થઈ જાય છે. ૧૦-૧પ રન વધુ બનવા જોઈતા હતા. હેલ્સની શાનદાર અર્ધસદીની મદદથી ઈંગ્લેન્ડે ૧૯.૪ ઓવરમાં પાંચ વિકેટે ૧૪૯ રન બનાવી વિજય મેળવ્યો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks