(એજન્સી)
સાઉથૈમ્પટન,તા.૩૧
શાનદાર ફોર્મમાં રમી રહેલા ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં એક મોટી સિદ્ઘિ હાંસલ કરી દીધી છે. દુનિયાના નંબર ૧ બેટ્સમેન વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં પોતાના ૬૦૦૦ રન પૂરા કરી દીધા છે.
વિરાટ કોહલીએ પોતાની ૧૧૯ ઇનિંગમાં આ સિદ્ઘિ મેળવી છે. ટીમ ઇન્ડિયાની તરફથી સૌથી ઓછી ઇનિંગમાં ૬૦૦૦ ટેસ્ટ રન બનાવવાનો રેકોર્ડ પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરના નામ પર હતો, જેમણે ૧૧૭ ઇનિંગમાં આ આંકડો પૂરો કર્યો હતો.
જોકે વિરાટ કોહલી આ રેકોર્ડમાં બીજા નંબર પર છે. ટીમ ઇન્ડિયા માટે વિરાટ કોહલી પછી સૌથી ઓછી ઇનિંગમાં ૬૦૦૦ ટેસ્ટ રન સચિન તેંડુલકર (૧૨૦), વિરેન્દ્ર સહેવાગ (૧૨૧) અને રાહુલ દ્રવિડે (૧૨૫)માં બનાવ્યા હતા.
સૌથી વધારે ૬૦૦૦ ટેસ્ટ રન પૂરો કરનાર ભારતીય બેટ્સમેનઃ
સુનીલ ગાવસ્કરઃ ૧૧૭ ઇનિંગ
વિરાટ કોહલીઃ ૧૧૯ ઇનિંગ
સચિન તેંડુલકરઃ ૧૨૦ ઇનિંગ
વિરેન્દ્ર સહેવાગઃ ૧૨૧ ઇનિંગ
રાહુલ દ્રવિડઃ ૧૨૫ ઇનિંગ
મોહમ્મદ અઝહરૂદ્દીનઃ ૧૪૩ ઇનિંગ