લંડન,તા.૬
ભારતીય ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીએ ઓવલમાં પાંચની ટેસ્ટ શરૂ થતાં પહેલાં મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ સામે સિરિઝ હારી ગઇ છે તેમ થતાં તે સ્વશ્રેષ્ઠ ભારતીય ટીમ છે. રવિ શાસ્ત્રીએ ભારતીય ટીમનો બચાવ કરતાં કહ્યું કે આ ટીમે તે મુકા હાંસેલ કર્યો છે જે અગાઉ કોઇપણ હાંસેલ નથી કરી શક્યું.
પ્રેસ કોન્ફ્રેન્સમાં રવિ શાસ્ત્રીએ જણાવ્યું કે આ સિરિઝ ભલે ૩-૧થી ઇંગ્લેન્ડે જીતી લીધી છે પરંતુ અમારી પાસે પૂરતી તક હતી કે અમે આ સિરિઝ ૩-૧થી જીતીએ અથવા તો ૨-૨થી સરભર કરીએ. સમગ્ર ટીમને સીરીઝના આ પરિણામથી દુખ પહોંચ્યુ છે કારણ કે તેઓ જાણે છે કે તેમની પાસે આ સિરિઝ જીતવાની સોનેરી તક હતી.
રવિ શાસ્ત્રીએ વધુમાં જણાવ્યું કે આ ટીમે શીખવું પડશે કે મેચને કેવી રીતે ફિનિશ કરવી કારણ કે મેચ અનેકવાર આપણા પક્ષમાં હોવા છતાં આપણે તેને યોગ્ય રીતે ફિનિશ નથી કરી શકતાં. તેના માટે તમારે માનસિક રીતે મજબૂત થવુ પડશે.
ટીમની સિદ્ધીઓ વિશે વાત કરતાં કોચે કહ્યું કે, હું ગત ત્રણ વર્ષનો રેકોર્ડ જોઉ તો ટીમે આ સમયગાળા દરમિયાન વિદેશી ધરતી પર ૯ ટેસ્ટમાં વિજય મેળવ્યો છે અને ત્રણ સિરિઝ જીતી છે. મને નથી લાગતું કે ગત ૧૫થી ૨૦ વર્ષમાં કોઇ ભારતીય ટીમે આવું પ્રદર્શન કર્યુ હોય. જો કે તે સમયે ભારતના અનેક ખેલાડીઓ રમ્યા છે.
ભારતીય કોચે વધુમાં જણાવ્યું કે અમે વચન આપીએ છીએ કે અમે સારુ પરિણામ મેળવીશું અને માનસિક રૂપે વધુ મજબૂત બનીશું.