વલસાડ,તા.પ
સમગ્ર ગુજરાતમાં આજ રોજ ખેડૂતો માટેના સળગતા પ્રશ્નો અંગે તમામ જિલ્લાઓમાં અને તાલુકાના ખેડૂતોની દેવા માફીની માંગ સાથે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા અને કોંગ્રેસ પક્ષ દ્વારા આપવામાં આવેલા આદેશથી યોજાયો હતો.
વલસાડ મામલતદાર કચેરીએ તથા વલસાડ જિલ્લાના તાલુકાઓ વલસાડ તાલુકા, વાપી તાલુકામાં, ધરમપુર તાલુકામાં, ઉમરગામ તાલુકામાં, કપરાડા તાલુકામાં કોંગ્રેસ પ્રમુખો અને અગ્રણીઓ, મહિલા કોંગ્રેસ, યુથ કોંગ્રેસ, NSUIના કાર્યકરોતરફથી આપવામાં આવેલા આવેદનપત્રમાં ખેડૂતોના દેવા માફી માંગ માટે અને રાજ્યની ભાજપ સરકારની વિશેષત ખેડૂત વિરોધી અને પ્રજા વિરોધી નીતિ અને સરમુખત્યારશાહી વલણના લીધે રાજ્યના ખેડૂતો સહિત સમગ્ર પ્રજા ત્રસ્ત બનેલી છે. ખેડૂતો પાક વીમા વીજળી ખેત પેદાશોના અપૂરતા ભાવ સહિત અનેક વિધ સમસ્યાઓથી ઘેરાયેલા છે ત્યારે રાજ્ય સરકારે સત્વરે ખેડૂતોના દેવા માફીનું નિર્ણય લેવાની જરૂર છે.
તે સંદર્ભે આજ રોજ તારીખ ૫/૯/૨૦૧૮ના રોજ બુધવારે વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યું તેમાં વલસાડ જિલ્લા પ્રમુખ દિનેશ પટેલ વલસાડ તાલુકાનાં મામલતદાર કચેરીએ પહોંચી વલસાડ જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા ધર્મેશ પટેલ (ભોલા પટેલ), વલસાડ નગરપાલિકા વિરોધ પક્ષના નેતા ગિરીશ દેસાઈ., એઆઇસીસી ડેલીગેટ જયશ્રીબેન પટેલ, સંદીપ ગોસ્વામી, ઈરફાન કાદરી, રોનક શાહના, રાહીલ શેખ તથા કોંગ્રેસ અગ્રણીઓ વલસાડ તાલુકા કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું અને તાલુકા પ્રમુખો નીચે મુજબ તાલુકાના મામલતદાર કચેરીએ પહોંચી વિરોધ પ્રદર્શન કરી, ધરણાં પ્રદર્શન કરી આવેદનપત્ર આપવામાં આવ્યા હતા.
૫ (કપરાડા.- સોમા બાત્રી.. ચમ્પા બેન પટેલ)
૬ (ધરમપુર. – સુરેશ પટેલ..)ની આગેવાનીમાં મામલતદારને આવેદન પત્ર સોંપવામાં આવ્યું હતું.