વિરોધ પ્રદર્શનો ત્યજી દેવાનું ઈનામ : પેલેટથી શરીર ચારણી થયું, પિતાને માર મરાયો, ઘરમાં તોડફોડ થઈ

(એજન્સી) શ્રીનગર, તા.૧૩
સ્વતંત્ર દિવસની ઉજવણી બાદ ૧૬ ઓગસ્ટના રોજ દિવસ દરમિયાન સમગ્ર વિસ્તારમાં શાંતિનો માહોલ હતો. પથ્થરમારાની કોઈ ઘટના બની ન હતી. પરંતુ સાંજે સજાદ અહેમદ નામનો યુવક કામ પરથી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે સીઆરપીએફના જવાનોએ તેને બાઈક રોકવા કહ્યું પરંતુ અહેમદે બાઈક રોકી નહીં જ્યારે અહેમદ બાઈક લઈ આગળ વધી રહ્યો હતો ત્યારે સીઆરપીએફના સૈનિકોએ અહેમદની પીઠ પર તથા માથા પર અંધાધૂંધ પેલેટગન ચલાવી. અહેમદે જણાવ્યું મને બાઈકના પેપર માટે કે અન્ય કોઈ ગુનાહ માટે અટકાવવામાં આવ્યો ન હતો. મારો વાંક શું હતો ? આટલી ગોળીઓ મારી પીઠ પર ચલાવતા શરીરથી લોહી વહી રહ્યું હતું. ત્યારે અહેમદ હોસ્પિટલ ના ગયો પણ સીધા ઘરે પહોંચ્યા કારણ કે ત્યાં ઘણા લોકો હથિયારબંધ ઊભા હતા, ત્રણ દિવસ સુધી મેં ડૉક્ટરને બતાવ્યું નહીં પણ પીડા અસહ્ય થતાં મેં પ્રાઈવેટ ડૉક્ટરને જણાવ્યું ત્યારે ડૉક્ટરે મારા શરીરમાંથી ૧૦૦ પેલેટસ કાઢી, ત્યારે મને રાહત અનુભવાઈ. હાલમાં પણ ડઝન જેટલી પેલેટસ મારા શરીરના અંદરના ભાગમાં ઉતરી ગઈ છે. મોટાભાગની પેલેટસ મારી કમર તથા માથામાં વાગી હતી. ત્યારબાદ ર૮ ઓગસ્ટના રોજ પોલીસે મારા ઘર પર દરોડા પાડી મારા પર આરોપ મૂકવામાં આવ્યો કે હું પાકિસ્તાની ઝંડો ફરકાવી પથ્થરમારો કરી રહ્યો હતો. જ્યારે હું ઘરથી ન મળ્યો ત્યારે ઘરમાં તોડફોડ કરી મારા પિતાને ઘરની બહાર ઢસડીને પોલીસ સ્ટેશન લઈ ગયા જ્યાં તેમને ઢોરમાર મારવામાં આવ્યો હતો તથા તેમના કપડા પણ ફાડી નાંખવામાં આવ્યા હતા. એક દિવસ યાતનાઓ આપી અહેમદના પિતાને છોડવામાં આવ્યા, હાલ તેઓ માંદગીના કારણે ઘરમાં બેઠા છે, પોલીસ દ્વારા ઢોરમાર મારતાં તેમના જમણાં પગમાં ઈજાઓ પહોંચી હતી. અહેમદના પિતાએ નઝીરે જણાવ્યું કે, મને ઘરમાં ઢસડીને પોલીસ સ્ટેશન લઈ ગયા જ્યાં મારા કપડા ફાડી મને ટોર્ચર કરી ઢોરમાર મારવામાં આવ્યો તથા એક વીડિયો બતાવી કહ્યું કે આ વીડિયોમાં જે યુવાનો પથ્થર મારી રહ્યા છે તેમાં સજાદ પણ સામેલ છે. મેં વીડિયો જોયા બાદ જણાવ્યું કે આ મારો પુત્ર નથી તેમ છતાંય તેમણે મારી એક પણ વાત સમજી નહીં અને મને મારતાં જ રહ્યા. સજાદે કહ્યું કે, શું દેખાવકારોમાં સામેલ હોત કે ન હોત તો પણ તેઓએ મારી સાથે એવી રીતે જ વર્ત્યા જેમ કે હું કોઈ આતંકવાદી છું, તેઓ તમારી સાથે સમાન વર્તાવ જ કરશે, તમે દોષી છો કે નિર્દોષ, આવા નિર્દયતા ભરેલ વર્તાવ પછી કોઈપણ સામાન્ય વ્યક્તિ આત્યંતિક પગલું લઈ શકે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks