વિસાવદર, તા.૨૩
વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મીઓ પોતાની મનમાની ચલાવતા હોવાને કારણે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. પોલીસ પ્રજા માટે એક રક્ષક અને મિત્રનું કામ હોય છે ત્યારે વિસાવદર પોલીસ સ્ટેશનમાં લોકો ફરિયાદ કરવાથી પણ ડરી રહ્યા છે ત્યારે શા માટે ? લોકો ડરે છે તે પર ચર્ચાનો વિષય છે. જ્યારે ઘણી ફરિયાદો જેમાં ચોરીના બનાવો ખૂબ જ વધારે બનવા છતાં તેમાં માત્ર વગદાર લોકોની ફરિયાદ લેવામાં આવી છે. અન્ય લોકોની માત્ર અરજી ફાઈલ કરવામાં આવે છે જ્યારે આવી જ રીતે દિવાળીની આગલી રાત્રે એક વ્યક્તિ કાયદાને કારણે પકડવામાં આવ્યો હતો તેવું પોલીસ સૂત્રમાંથી જાણવા મળ્યું હતું ત્યારે તે જ દિવસે અન્ય લોકોને શા કારણે પકડવામાં આવ્યા હતા ? તે જાણવા ગયેલ તે લોકોને પણ પોલીસ દ્વારા પોતાની ખાખીનો રોફ જમાવવા માટે લોકોને વગર વાંકે ફટકાર્યા હતા ત્યારે આ વાત વાયુવેગે શહેરમાં ફેલાઈ જતાં લોકોના ટોળા પોલીસ સ્ટેશન બહાર અને સિવિલ હોસ્પિટલે ભેગા થવા લાગ્યા હતા ત્યારે ફટકારવામાં આવેલ એક વ્યક્તિ ભાજપ કાર્યકર હોવાને કારણે ભાજપના સભ્યો તેમજ શહેરના કાર્યકરો દ્વારા વિસાવદર જૂના બસ સ્ટેશન ખાતે ફોજદાર જે.બી.કરમુર તેમજ તેની સાથે રહેલ મારકૂટ કરનાર સ્ટાફની બદલીની માંગ સાથે ઉગ્ર વિરોધ કર્યો હતો. જેમાં આ બનાવની જાણ થતાં વિસાવદર તાલુકા ભાજપ પ્રમુખ હરી રીબડિયા દ્વારા સ્થળ પર જઈને કાર્યકરોને બદલી અંગેની ખાતરી અને આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલને પણ સાથે રાખીને ઉચ્ચ કક્ષાએ, પોલીસના મનસ્વી વલણ સામે યોગ્ય કરવામાં આવશે તેમ જણાવતા કાર્યકરો દ્વારા આંદોલન સંમેટાયું હતું.