વિસાવદર પ્રાંત અધિકારીની કચેરીએ ખેડૂતોના પ્રશ્ને ધારાસભ્યની ધડબડાટી

વિસાવદર, તા.૩૧
વિસાવદર-ભેસાણ મત વિસ્તારના ધારાસભ્ય અને ખેડૂતપુત્ર ધારાસભ્ય હર્ષદ રીબડીયા તથા તેમની ટીમના તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશન વાડદોરીયા, તાલુકા પંચાયતના પ્રમુખ નાનજીભાઈ જોધાણી, જિ.પં.ના સદસ્ય વિપુલભાઈ પોકીયા, સદસ્યો સુભાષ ગોંડલીયા, રમેશભાઈ કોટડીયા, જિ.પંચાયતના પ્રમુખ વલ્લભભાઈ દુધાત તથા ભેસાણ નટુભાઈ પોકીયા, વજુભાઈ મોવલીયા તથા તાલુકા પંચાયતના ભેસાણના પ્રમુખ ગીરધરભાઈ રાદડીયા સહિતના કાર્યકરો દ્વારા બેથી ત્રણ હજાર ખેડૂતોને સાથે રાખી આજરોજ પ્રાંત કચેરી-વિસાવદરને ઘેરાવ કરી ખેડૂતોના વિવિધ પ્રશ્નો ગત વર્ષનો પાક વીમો ચૂકવવા, મગફળીમાં આવેલ મુંડા અને ગુલાબી ઈયળોથી ખેડૂતોનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયેલ હોય તેનું તાત્કાલિક સર્વે કરાવવા અને સર્વે કર્યા બાદ જ પાક ઉપાડી શકાય તેમ હોય તેથી ખેડૂતોની વિવિધ મુશ્કેલીઓ માટે ખેડૂતોના હિતમાં ખેડૂત અધિકાર આંદોલનનું રણશીંગુ ફુકેલ જેમાં સવારના ૧૦-૦૦ કલાકે માંડાવડ માર્કેટીંગ યાર્ડથી હજારોની સંખ્યામાં ખેડૂતોની રેલી યોજી પ્રાંત અધિકારીને રજૂઆત કરવામાં આવેલ હતી અને સરકારને સદબુદ્ધિ આવે તે માટે ખેડૂતો દ્વારા ધુન બોલાવવામાં આવેલી અને ખેડૂતોનું આંદોલન ઉગ્ર બનતા પ્રાંત અધિકારીને અગાઉથી જાણ કરેલ હોવા છતાં તેઓ જૂનાગઢ મીટિંગમાં ગયેલ હોય તેવું જણાવેલ ત્યારબાદ તેઓ જૂનાગઢની મીટિંગ છોડીને તાત્કાલિક વિસાવદર કચેરીએ આવી ગયેલ અને ખેડૂતોના પ્રશ્ને વિવિધ અધિકારીઓને બોલાવી હૈયાધારણ આપતા આંદોલન મોકુફ રાખવામાં આવેલ પરંતુ ખેડૂતોને થયેલ નુકસાનીનું વળતર તાત્કાલિક ચૂકવવામાં નહીં આવે તો અને પાક વીમો તાત્કાલિક ચૂકવવામાં નહીં આવે તો ફરીથી ગણતરીના દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ હાજર ખેડૂતો સહિત ધારાસભ્યોએ ઉચ્ચારી છે અને ગત વર્ષનો પાક વીમો નહીં ચૂકવી સર્વે નહીં કરી સરકાર હાથ ઉચા કરશે તો ખેડૂતો વતી ધારાસભ્ય હર્ષદ રીબડીયા હાઈકોર્ટમાં રીટ પીટીશન કરશે તેવી ચીમકી ઉચ્ચારેલ છે.
આજરોજ ખેડૂતોએ પોતાની રેલી અને ધરણા દરમ્યાન સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવા અર્ધનગ્ન અવસ્થામાં રજૂઆતો કરી વિરોધ પ્રદર્શન કરેલ હતું….

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks