વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ગૌરવે ભારત માટે કાંસ્ય જીત્યો

હેમબર્ગ, તા.૧
વાઈલ્ડકાર્ડથી સ્થાન મેળવનાર ભારતના ગૌરવ બિધુડીનું વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં શાનદાર અભિયાન કાંસ્ય ચંદ્રક જીતવાની સાથે સમાપ્ત થઈ ગયું તે અમેરિકાના ડ્યુક રેગન વિરૂદ્ધ પ૬ કિલોગ્રામમાં સેમિફાઈનલ મુકાબલો હારી ગયો. ભારતે આ વખતે વિશ્વ ચેમ્પિયનશીપમાં ફક્ત એક જ ચંદ્રક કાંસ્યના રૂપમાં જીત્યો. દિલ્હીના ર૪ વર્ષીય ગૌરવ ચંદ્રક જીતવાની સાથે જ ભારતનો એવો ચોથો બોક્સર બની ગયો જેણે વિશ્વ ચેમ્પિયનશીપમાં કાંસ્ય ચંદ્રક જીત્યો. વિજેન્દ્રસિંહ (ર૦૦૯), વિકાસ કુષ્ણન (ર૦૧૧) અને શિવ થાપા (ર૦૧પ)ની કલબમાં સામેલ થઈ ગયો છે. જેમણે ભારત માટે વિશ્વ ચેમ્પિયનશીપમાં કાંસ્યચંદ્રક જીત્યો છે. હવે ર૦ વર્ષીય અમેરિકન બોક્સરનો સામનો શનિવારે ફાઈનલમાં ઈંગ્લેન્ડના પીટર મેકગ્રેલ સાથે થશે. અન્ય ભારતીયોમાં અમિત ફંગલ (૪૯ કિલો) અને કવિંદર (પ૬ કિલો) ક્વાર્ટર ફાઈનલ મુકાબલો હારીને બહાર થઈ ગયા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks