વિશ્વનાથન આનંદ ‘દિગ્ગજોની જંગ’માં કાસ્પારોવ સાથે ડ્રો રમ્યો

સેંટ લુઈ, તા.૧૭
પૂર્વ વિશ્વ ચેમ્પિયન વિશ્વનાથન આનંદે ખરાબ શરૂઆત બાદ સેંટલુઈ રેપિડ ચેસ ટુર્નામેન્ટના બીજા દિવસે એક વિજય મેળવ્યો અને બે ડ્રો રમ્યો. જેમાં તેના જૂના હરીફ ગૈરી કાસ્પારોવની સાથે છઠ્ઠા રાઉન્ડની બાજી પણ સામેલ છે. ચેસ જગત માટે બીજા દિવસનું મહત્ત્વ ફક્ત આનંદ અને કાસ્પારોવ વચ્ચેનો મુકાબલો હતો. આ બંને વચ્ચે આ પહેલા અંતિમ મુકાબલો ૪૦૦૦ દિવસ પહેલા થયો હતો. જેના એક દિવસ બાદ કાસ્પારોવે સંન્યાસ લઈ લીધો હતો. આ બંનેએ વિશ્વ ચેમ્પિયનશીપમાં પણ એકબીજાનો સામનો કર્યો છે અને એટલા માટે આ મુકાબલો ઘણો ચર્ચિત બની ગયો. શરૂઆતમાં બંને વચ્ચે જોરદાર મુકાબલો રહ્યો પણ મીડલગેમ નિયંત્રિત રહી અને અંતમાં બાજી ડ્રો ઉપર સમાપ્ત થઈ. આનંદે બાદમાં મઝાકના મૂડમાં કહ્યું કે અમે એવી રીતે વાત કરી રહ્યા હતા જાણે પ્રથમ વિશ્વયુદ્ધમાં ભાગ લઈ ચૂકેલા વૃદ્ધ હોય પ્રથમ દિવસે આનંદ પાસે ફક્ત એક પોઈન્ટ હતો પણ આજે તેના પોઇન્ટની સંખ્યા પાંચ થઈ ગઈ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks