National

‘‘આંખ મારવી રાષ્ટ્રીય મુદ્દો છે, પરંતુ અલવરમાં એક શખ્સની માર મારી હત્યા કરવી તે નથી ?’’ : વિશ્વાસની ટ્‌વીટ

(એજન્સી) જયપુર, તા.ર૩
રાજસ્થાનના અલવર જિલ્લામાં શંકાસ્પદ ગૌરક્ષકોએ ર૮ વર્ષીય એક મુસ્લિમ શખ્સને ઢોરમાર મારી તેની હત્યા કરી નાખી. પોલીસે શનિવારે (ર૧ જુલાઈ) તેની જાણકારી આપી. શુક્રવારે રાત્રે ઘટેલી આ ઘટનામાં ગ્રામીણોએ અકબર ખાન નામના વ્યક્તિને ગૌ તસ્કર હોવાની શંકામાં પકડીને તેને નિર્દયતાથી ઢોરમાર મારવામાં આવ્યો, જેનાથી તેનું મોત નીપજ્યું હતું. પોલીસ અધિકારીએ કહ્યું કે, અકબર ખાન અને તેના સાથીને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો.
આ ઘટના અંગે સોશિયલ મીડિયા પર લોકો દ્વારા આકરી ટીકા કરવામાં આવી રહી છે. અકબર ખાનની હત્યા અંગે આમ આદમી પાર્ટી (આપ)ના નેતા અને પ્રખ્યાત કવિ કુમાર વિશ્વાસે પણ ટ્‌વીટ કરીને નારાજગી વ્યક્ત કરી છે. વિશ્વાસે પોતાના સત્તાવાર ટ્‌વીટર હેન્ડલ પર લખ્યું છે કે, આંખ મારવી એ રાષ્ટ્રીય ચર્ચાનો મુદ્દો છે પરંતુ અલવરમાં ગૌ તસ્કર હોવાની શંકામાં એક શખ્સની માર મારીને હત્યા કરાઈ તે નથી ? બામુલાહિજા સાહેબ આનને સૂચના મળે. હકીકતમાં લોકસભામાં શુક્રવારે (ર૦ જુલાઈ) કેન્દ્ર સરકારની વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના ભાષણના સમયે પ્રશ્નો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા. રાહુલ ગાંધી પોતાનું ભાષણ પૂરું કર્યા બાદ પહેલાં તો પીએમ મોદીને ભેટ્યા અને ત્યારબાદ પોતાની સીટ પર પાછા આવ્યા બાદ આંખ પણ મારી. રાહુલ ગાંધી દ્વારા આંખ મારવાની આ ઘટનાને અનેક વિવેચકોએ એક રાષ્ટ્રીય મુદ્દો બનાવી દીધો. રાહુલની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ અને ઈન્ટરનેટ પર તેઓ ટ્રોલનો ભોગ બન્યા. આ ઘટનાને અલવર કાંડ સાથે જોડતા કુમાર વિશ્વાસે રાહુલ ગાંધીના વિવેચકો પર નિશાન તાક્યું છે. જો કે, આ પહેલાં પણ કુમારે ટ્‌વીટ કરીને આંખ મારવાના કેસમાં રાહુલ ગાંધીનું સમર્થન કર્યું હતું.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.