Ahmedabad

માર્ગ અકસ્મતામાં ઘાયલ-મૃત્યુ પામેલાને યાદ કરવા આજે ‘વિશ્વ સંભારણા દિવસ’ મનાવાશે

અમદાવાદ, તા.૧૭
દર વર્ષના નવેમ્બર માસનો ત્રીજો રવિવાર વિશ્વ સંભારણા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા અને મૃત્યુ પામેલાને યાદ કરવાનો આ દિવસ છે. રસ્તાઓ ઉપરની ઇજાઓ ખૂબ જ પ્રાણઘાતક બની રહે છે અને તેની અસરો ખૂબ જ લાંબા સમય સુધી જોવા મળે છે. જ્યારે માર્ગ અકસ્માતમાં કોઈ વ્યક્તિ ઈજાગ્રસ્ત બને છે ત્યારે મોટાભાગના કિસ્સાઓમાં તેની ઈજાઓ કાયમી હોય છે. દર વર્ષે વિશ્વમાં ખૂબ જ મોટી સંખ્યામાં માર્ગ અકસ્માતમાં લોકો ઘાયલ થાય છે અથવા મૃત્યુ પામે છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વમાં સૌપ્રથમ વખત વર્ષ-૧૯૯૫માં યુરોપિયન દેશોમાં આ દિવસ મનાવવામાં આવ્યો હતો અને માર્ગ અકસ્માતનો ભોગ બનેલા ઘાયલો અને મૃતકોના સ્વજનો તરફથી ખૂબ જ સંવેદનશીલ મેસેજ વૈશ્વિક જનસમૂહ સમક્ષ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. જેના વિધ્યાત્મક પ્રતિભાવ સ્વરૂપે, રાષ્ટ્રસંઘની સામાન્ય સભામાં વિશ્વ સંભારણા દિવસ તરીકે નવેમ્બર માસના ત્રીજા રવિવારે મનાવવાનું નક્કી કરાયું હતું. એ પણ હકીકત છે કે માર્ગ અકસ્માતમાં ઘાયલ થનાર કે મૃત્યુ પામનારમાં યુવાવર્ગ ખૂબ જ મોટા પ્રમાણમાં છે. માર્ગ અકસ્માતનો ભોગ બનનાર ઘાયલો અને મૃતકોના સ્વજનો તરફથી આ દિવસ નિમિત્તે વિશ્વને માર્ગ સલામતીની સંવેદનશિલતા અને જાગૃતિ માટેનો એક સંવેદનશીલ સંદેશો આપવામાં આવે છે. માર્ગ સલામતી અંગે સાવચેત રહો, સાવધ રહો. એક નાની સરખી ભૂલ આપના જીવનને બદલી નાખે છે અથવા સમાપ્ત કરી નાખે છે. આ મતલબનો સંદેશો પાઠવવામાં આવે છે. આ સંદેશા દ્વારા એવો પણ મેસેજ સમગ્ર વિશ્વને પાઠવવામાં આવે છે કે રસ્તા ઉપરના મૃત્યુ અને ઈજાઓની અસર અને તે માટેની તાત્કાલિક જરૂરિયાતોને પ્રદર્શિત કરવાની તક આપતો આ દિવસ છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    AhmedabadCrime

    બાળકોના રમકડાંમાં નશાના સામાનની ડિલિવરી ધો.૧૦-૧રના છાત્રો મંગાવતા હોવાનો ઘટસ્ફોટ !

    અમેરિકાથી અમદાવાદ આવેલ પાર્સલોમાં…
    Read more
    AhmedabadGujarat

    વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

    રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
    Read more
    Ahmedabad

    અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચતા જ ATSએ તેમની કરી ધરપકડISIS સાથે સંકળાયેલ શ્રીલંકાના ચાર શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપી લેવાયા

    ATSના ડીવાયએસપીને ૧૮ મેએ બાતમી મળ…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.