National

સરકારની એમએસપી જાહેરાત મોદીના ‘ભાઇઓ ઔર બહેનો દેઢ ગુના દૂંગા’ વચનના ભંગ અને વિશ્વાસઘાત સમાન છે

(એજન્સી) તા.૧૭
૪ જુલાઇના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ ૨૦૧૮માં ખરીફ પાક માટે તમામ કૃષિ પેદાશોના લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) ૪-૫૩ ટકા જેટલા વધાર્યા હતા. આ નિર્ણયને ૨૦૧૯ની સંસદીય ચૂંટણી પૂર્વે ખેડૂતોને ખુશ કરવાની રણનીતિના ભાગરુપ હોવાનું કહેવાય છે.
આ પગલાંથી બજારમાં કૃષિ પેદાશો બિનસ્પર્ધાત્મક બની ગઇ. તમામ પાક, ફળો અને શાકભાજી, દૂધ અને અન્ય કૃષિ સંલગ્ન પેદાશોના ભાવ વધારવાની માગણી હતી. ઓલ ઇન્ડિયા કિસાન સંઘર્ષ કોઓર્ડિનેશન કમિટી (AIKSCC વર્કિંગ ગ્રુપ) અને નેશનલ કાઉન્સિલની બેઠક નવી દિલ્હીમાં મળી હતી અને તેમણે ૨૦ જુલાઇ ૨૦૧૮ના રોજ ૧૪ ખરીફ પાકના એમએસપી જાહેર કરીને વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલ વિશ્વાસઘાત વિરુદ્ધ મંડી હાઉસથી પાર્લામેન્ટ સ્ટ્રીટ સુધી પ્રતિકાત્મક કાળા વાવટા સાથે દેખાવો કરવાનો નિર્ણય કર્યો છે.
એ જ દિવસે સંસદસભ્ય રાજુ શેટી દેવામાંથી મુક્તિ અને ખાતરીબદ્ધ એમએસપી પર લોકસભામાં બે વિધેયક રજૂ કરશે. AIKSCCએ એમએસપીની જાહેરાતને વિશ્વાસઘાત તરીકે ભારપૂર્વક વખોડી કાઢી હતી અને ૧.૫ ગણા ભાવ વધારવાની સ્વામીનાથન આયોગની ફોર્મ્યુલાનો અમલ કરવા માટે શ્રી મોદી દ્વારા આપવામાં આવેલ વચનભંગ તરીકે વખોડી કાઢી હતી.
આમ સરકારની એમએસપીની જાહેરાત એ ‘ભાઇઓ ઔર બહેનો, દેઢગુના દૂંગા’ના મોદીના વચન ભંગ તરીકે ગણાવી હતી. મોદી સરકારના એમએસપી મનમોહનસિંહ સરકાર દ્વારા આપવામાં આવેલ એ-૨+એફએલની એ જ ફોર્મ્યુલા પર આધારીત છે. એ-૨માં માત્ર ફોર્મ્યુલા કોસ્ટ આવે છે. એફએલ એટલે કે ફેમિલી લેબર એ હળ ફેરવવું, વાવેતર કરવું, અલગ તારવવું, લળણી કરવી વગેરે માટે મજૂરીની ગણતરી લઘુત્તમ વેતન કરતા પણ ઓછી કરવામાં આવી છે. તેમાં સિંચાઇ, સ્પ્રે, વ્યવસ્થાપન, રક્ષણ વગેરે માટેની મંજૂરીનો સમાવેશ પણ કરાયો નથી.
વડાપ્રધાનના ઐતિહાસિક જૂઠા અપપ્રચાર સામે AIKSCC આગામી મહિનામાં દેશમાં ૪૦૦ બેઠકો યોજશે અને દેશમાં લોકો સાથેની છેતરપિંડીને ઉઘાડી પાડશે. AIKSCC એમએનસી તરફી, ખેડૂત વિરોધી નીતિનો વિરોધ કરવા અને કંપનીઓકો છૂટ કિસાનોકી લૂટ બંધ કરવા અને ઘાટામુક્ત ખેતી, કર્ઝમુક્ત કિસાન, ઝહરમુક્ત ભોજન, આત્મહત્યામુક્ત ભારતની મુક્તિ માટે ૯ ઓગસ્ટના રોજ કિસાનમુક્તિ દિવસ મનાવવામાં આવશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  National

  મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

  મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
  Read more
  NationalPolitics

  દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

  કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
  Read more
  National

  અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

  એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.