ગ્રીસ અને મેસેડોનિયાએ છેલ્લા ૨૭ વર્ષોથી ચાલી રહેલ નામ વિવાદ ઉકેલ્યો

બાલ્કન,તા.૧૮
ચાલુ જુન મહીને વિશ્વ શાંતિ માટે ખુબ યાદ કરવામાં આવશે ઉત્તર,દક્ષિણ કોરિયા અને અમેરિકાની વચ્ચે ઇતિહાસિક સમજૂતિ બાદ હવે બાલ્કન વિસ્તારથી સારા અહેવાલો આવી રહ્યાં છે.અહીં ગ્રીસ અને મેસેડોનિયાએ ગત ૨૭ વર્ષોથી ચાલી રહેલ નામના વિવાદને હલ કર્યો હતો. બંન્ને દેશોએ સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા હતાં. મેસેડોનિયાથી સંસદીય ઔપચારિકતા બાદ હવે રિપબ્લિક અને ઓફ મેસેડોનિયાને રિપબ્લિક ઓફ નોર્થ મેસેડોનિયાના નામથી જઇ શકે છે. યુગોસ્લાવિયાથી ૧૯૯૧માં અલગાવ બાદથી આ બંન્ને દેશો વચ્ચે મેસેડોનિયા નામને લઇ વિવાદ ચાલી રહ્યો હતો. આ ઇતિહાસીક સંધની સાક્ષી બની તે ઝીલ જે બંન્ને દેશો વચ્ચેની કુદરતી સીમા છે. મેસેડોનિયાના વડાપ્રધાન જોરાન જીવન પોતાના અનેક મંત્રીઓની સાથે આ ઝીલ કિનારે આવેલ માછીમારોની ખુબસુરત ગામ સારાડેસમાં સ્પીડબોટ દ્વારા પહોંચ્યા હતાં.આ ગામ ગ્રીસની સીમામાં છે. અહીં ગ્રીસના વડાપ્રધાન એલેકિસસ સિપ્રાસ તેમની રાહ જોવી રહ્યાં હતાં. બંન્ને દેશોના વિદેશ મંત્રીઓએ સંધિ પર હસ્તાક્ષર કર્યા આ પ્રસંગ પર સંયુકત રાષ્ટ્ર અને યુરોપીય સંઘના અનેક વરિષ્ઠ અધિકારી પણ હાજર હતાં. સંધિ પત્ર પર હસ્તાક્ષર કર્યા બાદ સિપ્રાસ બીજા કિનારે આવવેલ પ્રેસ્પા ગામ પહોંચ્યા અને બંન્ને દેશોના અધિકારીઓની સાથમાં લંચ કર્યું. સિંગાપુરમાં માત્ર એક મુલાકાતથી ખત્મ થયો ૬૮ વર્ષ જુની દુશ્મની.૧૯૯૧માં યુગોસ્લાવિયાથી અલગ થઇ મેસેડોનિયા સંપ્રભુ ગણરાજય બન્યું. ગ્રીસના ઉત્તરી ક્ષેત્રને પણ મેસેડોનિયા નામથી જાણવામાં આવે છે.બાલ્કનથી જોડાયેલ આ ક્ષેત્રને કારણે ગ્રીસના નામને લઇ વાંધો ઉઠાવ્યો અને તેને બદલવાની વાત કહી.મેસેડોનિયાના રાષ્ટ્રપતિ ઇવાનોવ પોતાના દેશનું નામ બદલવા પર સહમત ન હતાં. ઇવાનોવ ૨૦૧૭ પહેલા સત્તામાં રહેલ રાષ્ટ્રવાદી પાર્ટીના કટ્ટર સમર્થક માનવામાં આવે છે. નામમાં આ પરિવર્તનના બિલને હવે સંસદમાં રજુ કરવામાં આવશે.જયાં તેને બે તૃત્યાંશ મતોથી પાસ કરાવવાનું હશે.રાષ્ટ્રપતિની પાસે તેને અસ્વીકૃત કરવાનો અધિકાર છે પરંતુ જો સંસદ બીજીવાર આ પ્રસ્તાવને મોકલે છે તો રાષ્ટ્રપતિને તેને મંજુરી આપવા પર વિવશ થવાનું હતું. મેસેડોનિયાના વડાપ્રધાન જીવની પાર્ટી ૨૦૧૭માં સત્તામાં આવી જો કે ગ્રીસ એ વાત પર અડી ગઇ હતી કે તે મેસેડોનિયાને યુરોપીય સંધ અને નાટો જેવા મહત્વપૂર્ણ વૈશ્વિક મંચોમાં સામેલ થવા દઇશું નહીં જયાં સુુધી તે નામ બદલશે નહીં. આ વિવાદને ઉકેલવામાં સંયુકત રાષ્ટ્રના વાર્તાકાર મૈથ્યુ નિમેત્જની ખાસ ભૂમિકા રહી.નિમેત્જ ૧૯૯૪થી આ વિવાદના ઉકેલ કરવામાં લાગ્યા હતાં. ત્યારે તે અમેરિકાના રાજદુત હતાં ૧૭ જુને જ નિમેત્જનો ૭૯મો જન્મદિવસ હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts