(એજન્સી) શ્રીનગર, તા.૯
કઠુઆ બળાત્કાર અને હત્યા કેસના આરોપીઓના વકીલ અંકુર શર્માએ અત્યંત વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે જિલ્લા કઠુઆના રસાનામાં ગુજ્જર બકરવાલ પરિવાર સાથે સંબંધ રાખનાર આઠ વર્ષીય બાળકી પર કોઈ બળાત્કાર કે તેણીની હત્યા નથી થઈ પરંતુ ત્યાં લાશ જાણીજોઈને મૂકાઈ હતી. શર્માએ કહ્યું કે, લાશ મૂકવાનો ઉદ્દેશ રસનાના હિન્દુઓને કમજોર કરી ત્યાંની જંગલની જમીનો પર કબજો કરવાનો હતો. આ વિવાદાસ્પદ નિવેદનો અંકુર શર્માએ રવિવારે જમ્મુમાં પત્રકાર પરિષદ દરમિયાન આપ્યા હતા. તેમણે મહેબૂબા મુફ્તીના નેતૃત્વવાળી સરકાર પડી ભાંગવા અંગે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, તેણી એક વહાબી, ચરમપંથી અને ઈસ્લામવાદ સરકાર હતી. અંકુશ શર્માએ કઠુઆ બળાત્કાર અને હત્યા મુદ્દો સામે આવ્યા બાદથી અનેક વિવાદાસ્પદ નિવેદનો આપ્યા છે.
Facebook
0
Twitter
0