વડોદરા શહેર પોલીસ કમિશનરે વિવિધ મોલના સંચાલકોને નોટિસ ફટકારી

(સંવાદદાતા દ્વારા)
વડોદરા,તા.૨૩
અમદાવાદ પોલીસે મોલના પાર્કિંગ માટે કરેલી લાલ આંખ બાદ વડોદરા શહેર પોલીસ કમિશ્નરે આજે જુદા જુદા મોલાનાં સંચાલકોને નોટિસ ફટકારતા ફફડી ઉઠેલા સંચાલકો પૈકી બે મોલનાં સંચાલકોએ પાર્કિંગ મફતનાં પાટીયા ઝૂલતા કરી દીધા છે. જે કેટલાય વર્ષોથી પ્રજાને લૂંટી રહ્યાં હતા.
અમદાવાદ સ્થિત સરદારનગર પોલીસ મથકનાં ઇન્સ્પેકટર એચ.બી. ઝાલાએ અમદાવાદ વન મોલનાં સંચાલકોને તા.૨૧-૭-૧૮નાં રોજ પાર્કિંગના મુદ્દે કાયદાકીય નોટિસ ફટકારી હતી. મોલવાળા પાર્કિંગ માટે પૈસા પડાવતા હોવાથી લોકો પોતાના વાહનો માર્ગ ઉપર પાર્કિંગ કરી મોલમાં ખરીદી કરવા જતાં હોવાથી ટ્રાફિકની સમસ્યા ઉભી થતી હતી. ઇન્સ્પેકટર ઝાલાએ અમદાવાદ વન મોલને ફટકારેલી એજ નોટિસનાં પગલે સંચાલકોએ બીજે જ દિવસ પાર્કિંગ મફત શરૂ કર્યું હતું.પરંતુ વડોદરાનાં પોલીસ અધિકારીઓ કે મહાનગર સેવાસદન દ્વારા કોઇ પગલા ભરવામાં આવ્યા ન હતા. પરંતુ અમદાવાદની ઘટના અને ઇન્સ. ઝાલાનો પત્ર સોશ્યિલ મીડિયા ઉપર વાયરલ થતા વડોદરા શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોટે આજે વિવિધ મોલનાં સંચાલકોને પાર્કિંગના મુદ્દે નોટિસો ફટકારી હતી. જીડીસીઆરના નિયમો અને બાંધકામ પરમીશન મુજબ મોલનાં સંચાલકો મુલાકાતીઓ પાસેથી ચાર્જ વસુલ કરી શકે નહીં. પરંતુ વડોદરામાં વર્ષોથી પ્રજાના ખિસ્સા ખંખેરવાળા આવતા હતા. પોલીસ કમિશ્નરની નોટિસોને પગલે આજે બે મોલવાળાઓએ પાર્કિંગ મફતની જાહેરાત કરી હતી.
અન્ય મોલના સંચાલકોને અનુકરણ નહીં કરે તો તેમની સામે કાયદેસર પગલા ભરવામાં આવનાર છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks