Ahmedabad

ભાજપવાળા અમને ભલે રેલીમાં લાવ્યા પણ મત તો કોંગ્રેસને જ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના રોડ શોમાં મેન મની અને મશીન પાવરથી ભીડ એકઠી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેનો એક પુરાવો ગંગાબેન નામની મહિલાએ આપી દીધો. અમિત શાહની રેલીમાં ભાજપનો ખેસ પહેરી આવેલી આ પ્રૌઢાએ જણાવ્યું હતું કે અમને ભલે ભાજપવાળા લઈને આવ્યા પણ  મત તો કોંગ્રેસને જ આપીશું. અમિત શાહના રોડ શોમાં સહકારી બેન્કો, દુધ મંડળી, આંગણવાડીના કર્મીઓ અને હોમગાર્ડના જવાનોને સાદા ડ્રેસમાં લવાયા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે ત્યારે આ આક્ષેપોને પુરવાર કરતા હોય તેમ રેલીમાં ગંગાબા નામના પ્રૌઢા અને તેમની સાથે આવેલી મહિલાઓએ જણાવ્યું હતું કે અમે વર્ષોથી કોંગ્રેસને મત આપીએ છીએ અમને ભલે ભાજપવાળા અહીં લાવ્યા  પણ મત તો હજી પણ કોંગ્રેસને જ આપીશું આમ મહિલાઓએ ભાજપની રેલીમાં જોડાઈ ખુલ્લેઆમ કોંગ્રેસની તરફેણ કરી ભાજપને પડકાર ફેંકયો છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    AhmedabadGujarat

    વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

    રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
    Read more
    Ahmedabad

    અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચતા જ ATSએ તેમની કરી ધરપકડISIS સાથે સંકળાયેલ શ્રીલંકાના ચાર શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપી લેવાયા

    ATSના ડીવાયએસપીને ૧૮ મેએ બાતમી મળ…
    Read more
    AhmedabadGujarat

    માવઠાના માર બાદ અગનભઠ્ઠીમાં શેકાયું ગુજરાત : સુરેન્દ્રનગરમાં પારો ૪૪.૭ ડિગ્રી

    ડીસામાં ૪૪.૪, અમદાવાદમાં ૪૪.ર અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.

    1 Comment

    Comments are closed.