વુડાએ તૈયાર કરેલ આવાસોના ૪૦ વર્ષથી દસ્તાવેજો કરી ન આપતાં ‘નોટા’ના ઉપયોગની ચીમકી

(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૧
વિકાસ વિકાસની વાત કરનાર મનપામાં સત્તાધારી ભાજપનાં વહિવટમાં શહેરીજનોની મુશ્કેલીઓ હલ થઈ નથી. આજે હરણીરોડ સ્થિત વિજયનગરમાં વુડાએ તૈયાર કરેલા આવાસોનાં ૪૦ વર્ષથી દસ્તાવેજો કરી આપવામા ંઆવતા ન હોવાથી તેમજ બ્રાઈટ સ્કુલ પાસે આવેલી આદિનાથ સોસાયટીનાં મુખ્ય માર્ગ ઉપર સેંકડો દબાણો હટાવવામા આવતા ન હોવાથી બંનેનાં રહિશોએ માનવ સાંકળ રચી આગામી ચુંટણીમાં નોટાનો ઉપયોગ કરવા ચીમકી ઉચ્ચારી આજે જાહેરમાર્ગ ઉપર દેખાવો કરી બેનરો સહિત વેલણથી થાળી વગાડી તંત્રને જગાડવા પ્રયાસ કર્યો હતો.
વિજયનગરમાં આર્થિક નબળા વર્ગ માટે વુડાએ ૪૦ વર્ષ પુર્વે આવાસો બનાવી ફાળવી આપ્યા હતાં. પરંતુ દસ્તાવેજ કરી આપવામાં આવતા નથી. આથી રહિશોએ અનેક વખત વુડા અધ્યક્ષથી માંડી ઉચ્ચ અધિકારીઓ, મેયર તેમજ સ્થાનિક કોર્પોરેટરો સમક્ષ રજુઆતો કરી હતી. પરંતુ કોઈ પરિણામ આવ્યુ ન હતું.
આતી આજે વિજનયગરનાં રહિશોએ જાહેરમાર્ગ ઉપર માનવ સાંકળ રચી હતી. અને મહિલાઓએ વેલણથી થાળી વગાડી વુડાના બહેરા તંત્રને જગાડવા પ્રયત્ન કર્યો હતો. જો હવે દસ્તાવેજો બનાવી આપવામાં નહિં આવે તો અમે તમામ રહિશો આગામી વિધાનસભાની ચુંટણીમાં નોટાનો ઉપયોગ કરીશું. જે રાજકીય પક્ષ અમને દસ્તાવેજો બનાવી આપવાની ખાત્રી આપશે તો જ અમે તેમને મત આપીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી.
આવી જ રીતે બ્રાઈટ હાઈસ્કુલ પાસે આવેલી આદિનાથ સોસાયટીનાં રહિશોએ જાહેરમાર્ગ ઉપર દેખાવો કર્યા હતાં. સોસાયટીનાં જાહેર માર્ગ ઉપર સેંકડો દબાણો થયા હોવા છતાં મ્યુ.નું તંત્ર પગલા ભરતુ નથી. આ અંગે મેયર મ્યુ. કમિશ્નર, સ્થાનિક કોર્પોરેટરો સમક્ષ અનેક રજુઆતો કરી પણ કોઈ સાંભળતુ નથી.
મુખ્યમંત્રી ઓનલાઈન ઉપર ફરિયાદ કરી ત્યારે શહેરી વિકાસમંત્રીએ મ્યુ. કમિશ્નરને પગલા ભરવા સુચના આપેલી પરંતુ તેમ છતાં કમિશ્નરે કોઈ પગલા ભર્યા નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks