(એજન્સી) મોસ્કો, તા. ૧૭
તુર્કીના રાષ્ટ્રપતિના એક પ્રવક્તાએ જણાવ્યું કે સીરિયાની શાંતિના ત્રણ ગેરન્ટર દેશો દ્વારા એક નવી શિખર બેઠક સપ્ટેમ્બરના પ્રારંભમાં યોજવામાં આવશે. રશિયાના સમાચારપત્ર ઇજ્વેસ્ટિયાએ ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવને ટાંકીને જણાવ્યું કે તેહરાન મંત્રણા દરમિયાન રશિયા અને તુર્કીના રાષ્ટ્રપતિઓની એક અલગ બેઠક યોજાઇ શકે છે. તુર્કીના રાષ્ટ્રપતિના પ્રવક્તા ઇબ્રાહીમ કાલિને જણાવ્યું કે તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ એર્દોગન, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન સીરિયાનો મુદ્દો ઉકેલવા માટે ઇરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાની સાથેની બેઠક સપ્ટેમ્બરના પ્રારંભમાં તહેરાનમાં યોજાશે. જૂનમાં પુટિન અને એર્દોગન ફોન પરની મંત્રણામાં સીરિયાનો મુદ્દોે ઉકેલવા માટે ગાઢ સહયોગ જાળવી રાખવા પર સહમત થયા હતા. એર્દોગને અગાઉ કહ્યું હતું કે પુટિનની સાથે તેમના સંબંધમાં રશિયા અને તુર્કીએ સીરિયા સરકાર અને બળવાખોરો વચ્ચે ઘણા તબક્કાની મંત્રણા શરૂ કરી અને સીરિયાના કુર્દવર્ચસ્વવાળા ઉત્તર પશ્ચિમમાં આતંકવાદીઓ સામેની લડાઇમાં સારા પરિણામ હાંસલ કર્યા. ગત સપ્તાહે એર્દોગને ન્યૂયોર્ક ટાઇમ્સના એક લેખમાં ભાર આપ્યો કે જો તુર્કીને વોશિંગ્ટન સાથે દ્વિપક્ષીય સંબંધોમાં પુરતું સમ્માન નહીં મળે તો તુર્કી નવા મિત્રો અને સહયોગીઓ શોધી શકે છે. એર્દોગને લેખમાં ભારપૂર્વક કહ્યું કે હવે બહુ વિલંબ થઇ ગયો છે અને વોશિંગ્ટને ગેરમાર્ગે દોરનારી ધારણાઓ છોડી દેવી જોઇએ. એકતરફી અને અપમાનની આ પ્રવૃત્તિઓ દૂર કરવામાં નિષ્ફળતાની સ્થિતિમાં અમને નવા મિત્રો અને સહયોગીઓની શોધ શરૂ કરવાની જરૂર પડશે. અમેરિકી પાદરી એન્ડ્રયુ બ્રૂનસનની તુર્કીમાં અટકાયતથી ૨૦૧૬થી અમેરિકા અને તુર્કીના સંબંધો વણસી ગયા છે. જોગુલેન આંદોલન સાથેના સંબંધોની શંકાથી બ્ર્્ૂનસનની ધરપકડ કરવામાં આવી હતી. ગુલેન સામે ૨૦૧૬માં તુર્કીમાં નિષ્ફળ તખ્તાપલટનો આરોપ મુકવામાં આવ્યો હતો. તેને જેલમાંથી મુક્ત કરી દેવામાં આવ્યો હતો. ત્યાર પછી જુલાઇમાં ધરપકડ કરવામાં આવી હતી.