વાંકાનેર : હાથફેરો કરી ભાગતા ચાર પૈકી એક ઝડપાયો ૩ ફરાર કુલ રૂા.૭ લાખનો મુદ્દામાલ મળી આવ્યો

વાંકાનેર, તા.ર૦
વાંકાનેર શહેર મધ્યે આવેલ અપાસરા શેરમાં રહેતા વાણીક અનિલભાઈ શાપાણીને ત્યાં તા.૧૯ની રાત્રિના રથી ૩ વાગ્યા દરમ્યાન રહેણાંક ચોર મકાનમાં ઘૂસી જઈ હાથફેરો કરી એક બાઈક ઉપર બેસી હાઈવે ઉપરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે રાત્રિ પેટ્રોલિંગમાં રહેલ પી.આઈ.ચન્દ્રાવાડિયા, હેડ કોન્સ. રમજુભાઈ, કોન્સ્ટ. હરપાલસિંહ, રણુભા ડ્રાઈવર સહિતના સ્ટાફની નજરે ચઢી જતાં આ શખ્સોને મોટરસાયકલ થોભાવવા જણાવેલ. જો કે, પોલીસ પહોંચે તે પહેલા ચાર શખ્સો પૈકીના ત્રણ શખ્સો અંધારાનો લાભ લઈ નાશી છૂટ્યા હતા. જ્યારે બાઈક અથડાતા પગમાં ઈજા સાથે ઘવાયેલ દેવરાજ વેલજી દેવીપૂજક નામનો શખ્સ પોલીસના હાથમાં આવી ગયો હતો. પૂછપરછ કરતા તેમની સાથે રહેલા અન્ય ત્રણે શખ્સો જગદીશ ઉર્ફે રજુ અજમલ દેવીપૂજક, રાજુ ચતુર દેવીપૂજક, સેલા ધરમશી દેવીપૂજક (રહે. ચારે ચુપણી તા.હળવદ)ના નામ ખૂલી જવા પામ્યા હતા. પકડાયેલ આરોપી પાસેથી ચોરીનો મુદ્દામાલ પણ પોલીસે કબજે લઈ લીધો છે. જેમાં રૂા.પ,૩૬,૪૦૦ની કિંમતના સોનાના ઘરેણાં, રૂા.૧,૬૩,૬૦ર રોકડા તેમજ રૂા.પ,પ૦૯ની પરચૂરણનો સમાવેશ સાથે કુલ રૂા.૭,૦પ,પ૧૧નો મુદ્દામાલ મળી આવ્યો હતો. વાણીકની ફરિયાદ ઉપરથી પોલીસે ફરિયાદ દાખલ કરી ભાગી છૂટેલા ત્રણે શખ્સોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks