National

પાકિસ્તાનની અંદર ભારતીય વાયુસેના દ્વારા હવાઈ હુમલા કર્યાના અમુક કલાક પછી સેનાએ ટ્‌વીટ કરી આ કવિતા

(એજન્સી) તા.ર૬
જમ્મુ-કાશ્મીરના પુલવામા ૧૪ ફેબ્રુઆરીએ થયેલા આતંકી હુમલાનો ભારતે બદલો લીધો છે. ભારતે મંગળવારે બપોરે પાકિસ્તાનની અંદર હવાઈ હુમલા કરી કેટલાક આતંકવાદી શિબિરોને નિશાન બનાવ્યા. ભારતીય વાયુસેનાના જવાનોએ એલઓસીની પાર જઈને આતંકી કેમ્પ પર હુમલો કર્યો અને તેમના કેટલાક આતંકવાદી કેમ્પોને ધ્વસ્ત કરી દીધા છે. મીડિયામાં ભારતીય એરફોર્સના સૂત્રોના હવાલાથી જણાવવામાં આવી રહ્યું છે કે, ભારતના યુદ્ધ વિમાનોએ સવારે ૩ઃ૩૦ વાગે બાલાકોટની પાસે જૈશ-એ-મોહમ્મદના એક કેમ્પ પર હુમલો કરી તેને નષ્ટ કરી દીધો છે. સરકાર મુજબ ભારતીય વાયુસેનાએ મંગળવારે સીમા પાર પાકિસ્તાન સ્થિત બાલાકોટમાં આતંકી સમૂહ જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાને નિશાન બનાવ્યો જેમાં મોટી સંખ્યામાં આતંકવાદી, તાલીમ આપનારા, ટોચના કમાન્ડર અને જેહાદી મૃત્યુ પામ્યા. આ અભ્યાસમાં મૃત્યુ પામેલા આતંકવાદીઓમાં જૈશ-એ-મોહમ્મદ પ્રમુખ મસૂદ અઝહરનો સંબંધી યુસુફ અઝહર સામેલ છે. વિદેશ સચિવ વિજય ગોખલે મંગળવારે આ માહિતી આપી હતી.
આ દરમિયાન પાકિસ્તાનની અંદર ભારતીય વાયુસેનાના હુમલાના થોડાક જ કલાક પછી સેનાએ મંગળવારે રાષ્ટ્ર કવિ રામધારીસિંહ દિનકરની આ કવિતા ટ્‌વીટ કરી છે.
‘ક્ષમાશીલ હો રિપુ-સમક્ષ
તુમ હુએ વિનીત જીતના હી,
દુષ્ટ કૌરવોને તુમકો
કાયર સમજા ઉતના હી
સચ પુછો, તો શરમેંહી
બસતી હે દિપ્તી વિનય કી,
સંધિ-વચન સંપૂજ્ય ઉસીકા જીસમે શક્તિ વિજય કી.’
આ ટ્‌વીટ એડેશનલ મહાનિર્દેશક જન સૂચનાના સત્તાવાર ટ્‌વીટર હેન્ડલમાંથી કરવામાં આવ્યું છે.
સૂત્રોએ જણાવ્યું કે, ભારતીય વાયુસેનાના વિવિધ યુદ્ધ વિમાનોએ ખૈબર પખ્તુનખ્વાં રાજ્યના બાલાકોટમાં પાકિસ્તાન સ્થિત કેટલાક આતંકવાદી સમૂહોના શિબિરોેને સફળતાપૂર્વક નષ્ટ કરી દીધા.
પાકિસ્તાનની સેનાએ મંગળવારે આરોપ લગાવ્યો કે, ભારતીય વાયુસેનાએ મુઝફ્ફરાબાદ સેક્ટરમાં એલઓસીનું ઉલ્લંઘન કર્યું છે. સેનાની મીડિયા શાખા અંતર-સેવા જનસંપર્ક (આઈએસપીઆર)ના મહાનિર્દેશક મેજર જનરલ આસિફ ગફુરે ટ્‌વીટ કર્યું છે કે, ભારતીય વાયુસેનાના વિમાન મુઝફ્ફરાબાદ સેક્ટરથી ઘૂસ્યા. પાકિસ્તાની વાયુસેના દ્વારા સમય પર અને અસરકારક જવાબ મળ્યા પછી તેઓ ઉતાવળમાં પોતાના બોમ્બ ફેંકીને બાલાકોટની નજીકથી બહાર નીકળી ગયા. જાનમાલનું કોઈ નુકસાન થયું નથી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  National

  રાજકોટ પછી દિલ્હીની હોસ્પિટલ સળગી, ૭ નવજાતનાં મોત

  દિલ્હીની વિવેકવિહારમાં આવેલી ન્યુ…
  Read more
  NationalPolitics

  ‘‘મારો દીકરો તમને સોંપું છું’’ : રાયબરેલીમાં સોનિયાની ભાવુક અપીલ

  રાયબરેલીમાં સોનિયા ગાંધી સાથે…
  Read more
  National

  બુરખો પહેરેલી પ્રશંસકને ગળેભેટવાનું શાહરૂખ ખાને ટાળી લોકોના દિલ જીત્યાં, વીડિયો વાયરલ થયો

  (એજન્સી) તા.૧૭બોલિવૂડ સુપરસ્ટાર…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.