મેં બસ્તરમાં જે કંઇ જોયું….તે ફેસબુક પર લખ્યું : સસ્પેન્ડ થયેલાં જેલર વર્ષા ડોંગરે

(એજન્સી)  રાયપુર તા.૧૧

મેં બસ્તરમાં જે કંઇ જોયું તે ફેસબુક પર લખ્યું હતું એવું સસ્પેન્ડ કરવામાં આવેલ જેલર વર્ષા ડોંગરેએ જણાવ્યું હતું. છત્તીસગઢમાં રાયપુર સેન્ટ્રલ જેલના સસ્પેન્ડ કરાયેલા આસિસ્ટન્ટ જેલ સુપ્રીટેન્ડેન્ટ વર્ષા ડોંગરેએ પોતાના ઉપરી અધિકારી નાયબ જેલ અધિક્ષક આર આર રાય તરફથી મળેલી કારણદર્શક નોટિસના જવાબમાં ૩૭૬ પાનાનો જવાબ મોકલ્યો છે.

વર્ષા ડોંગરેએ પોતાને મુશ્કેલીમાં મૂકનાર ફેસબુક પોસ્ટનો બચાવ કરતા જણાવ્યું હતું કે અનેક માનવ અધિકાર કર્મશીલો એન સામાજિક કાર્યકરોએ તેની પોસ્ટ પર ટિપ્પણી કરી છે અને પોતે જ કંઇ લખ્યું છે તે પોતાની સમયાવધી દરમિયાન થયેલા અંગત અનુભવોનું વર્ણન માત્ર છે. વર્ષાએ જણાવ્યું છે કે તે કોઇ પણ પ્રકારની હિંસા કે દમનને દરગુજર કરતા નથી તે પછી માઓવાદીની હોય કે પોલીસ વિભાગની. વર્ષા ડોંગરેએ જણાવ્યું હતું કે તેની ફેસબુક પોસ્ટ પાછળનો ઇરાદો આ મુદ્દાને ઉછાળવાનો કે લોકપ્રિયતા મેળવવાનો કે સરકાર વિરુદ્ધ કાવતરુ ઘડવાનો ન હતો પરંતુ બસ્તર અને અન્ય અનુસૂચિત વિસ્તારના સામાન્ય આદિવાસી નાગરિકોને તેમના બંધારણીય અધિકારો આપવામાં આવે અને તેના જંગલોનું રક્ષણ કરવામાં આવે તે સુનિશ્ચત કરવાનો હેતુ છે. આ માત્ર જાહેર સેવકની નહીં પરંતુ કોઇ પણ નાગરિકની ફરજ છે. પોતાના જવાબમાં વર્ષા ડોંગરે જણાવે છે કે તેના ફેસબુક મિત્રોની યાદીમાં કેટલાક સામાજિક અને માનવ અધિકાર કર્મશીલો છે  જેમાં હિમાંશુકુમારનો પણ સમાવેશ થાય છે. વર્ષા ડોંગરે એવો આગ્રહ રાખે છે કે તેમણે જે કંઇ લખ્યું હતું તે બંધારણીય મર્યાદામાં છે. પ્રત્યેક વ્યક્તિને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર છે અને આ અધિકારનો અમલ કરીને તેમણે સનદી સેવાની વર્તણૂકના નિયમોનું ઉલ્લંઘન કર્યુ નથી. તેમણે ફેસબુક પર કોઇ વિભાગીય રહસ્યો જાહેર કર્યા નથી કે સરકારી રહસ્યધારાની જોગવાઇનો ભંગ કર્યો નથી. તેમણે માત્ર સુપ્રીમકોર્ટના આદેશો, સીબીઆઇના અહેવાલો, ભારતનું ગેઝેટમાંથી વિગતો ટાંકી છે જે જાહેર પરિક્ષેત્રમાં છે અને આદિવાસીઓ પર ગુજારવામાં આવતા અત્યાચારોની વાસ્તવિકતા દર્શાવે છે તેમજ બસ્તર પ્રદેશમાંથી માઓવાદીને અલગ તારવવાની ઝુંબેશ આપે છે. વર્ષાએ જેલ વિભાગ દ્વારા પોતાને જારી કરવામાં આવેલ નોટિસ સામે પ્રશ્નાર્થ ઊભા કર્યા છે. તેમણે લખ્યું હતું કે જેલવિભાગના ડાયરેક્ટર જનરલે મીડિયાને જણાવ્યું હતું કે તેમને (વર્ષા ડોગરે) બેજવાબદાર રીતે ખોટી અને ગેરમાર્ગે દોરનારી હકીકત અને ફરજ પરથી ગેરહાજર રહેવાના કારણે તેમને સસ્પેન્ડ કરાયા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts