હિંદુત્વ આતંક કેસમાં અજમેર બ્લાસ્ટના અપરાધી સાથે આદિત્યનાથની બેઠકમાં શું રંધાયું હતું ?

(એજન્સી) નવી દિલ્હી, તા.૨૬

અજમેર બ્લાસ્ટ કેસમાં કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. અજમેર બ્લાસ્ટના એક મહત્ત્વના સાક્ષીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે ૨૦૦૬માં આદિત્યનાથ આ કેસના મુખ્ય અપરાધી સુનિલ જોશીને મળ્યા હતા કે જેમનું તપાસ દરમિયાન રહસ્યમય રીતે મૃત્યુ થયું હતું.

ઓક્ટો.૨૦૦૭માં થયેલા બ્લાસ્ટમાં ઓછામાં ઓછા ૧૫ લોકોનાં મૃત્યુ થયા હતા. આરએસએસના બે પ્રચારકોને સજા થવા સાથે અજમેર બ્લાસ્ટમાં હિંદુ જમણેરી પાંખના જૂથોની સંડોવણી પ્રસ્થાપિત થઇ ચૂકી છે અને હવે આ કેસમાં નવી વિગતો બહાર આવી છે. એક અહેવાલ અનુસાર અસિમાનંદના સાથી ભારત મોહનલાલ રતેશ્વરે એનઆઇએને જણાવ્યું હતું કે તે જોશી ઉર્ફે મનોજ સાથે ગોરખનાથ મઠ ગયા હતા અને ત્યાં આદિત્યનાથને મળ્યા હતા. અજમેર, હૈદરાબાદ અને માલેગાંવના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં બ્લાસ્ટ પૂર્વે આદિત્યનાથ આતંકના અપરાધીને શા માટે મળ્યા હતા ? અહેવાલ અનુસાર આ કેસમાં નિર્દોષ છૂટી જનાર સાત વ્યક્તિ પૈકી રતેશ્વરે એનઆઇએ સમક્ષ નિવેદનમાં એવું જણાવ્યું હતું કે તેમના નેતા અસિમાનંદે માર્ચ ૨૦૦૬માં મનોજ જોશી સાથે જવા જણાવ્યું હતું. મનોજ જોશીએ મને ફોન પર કહ્યંુ હતું કે સ્વામી અસિમાનંદે તેમને કેટલાક ખાસ કામ માટે ઝારખંડ, આગ્રા, ગોરખપુર અને નાગપુર જવા સૂચના આપી છે અને મારે તેમની સાથે જવાનું છે. આ વાત મેં અસિમાનંદ સાથે પણ કન્ફર્મ કરી હતી.

રતેશ્વરે જણાવ્યું હતું કે ગોરખમઠ પહોંચ્યા બાદ હું થોડા અંતરે બેઠો હતો જ્યારે મનોજે યોગી આદિત્યનાથની નિકટ જઇને બંનેએ કોઇ ખાનગી ચર્ચા કરી હતી. ત્યારબાદ અમે વલસાડ અને ઇંદોર પરત આવ્યા હતા. દરમિયાન મહત્ત્વના આરોપી સુનિલ જોશીને ઠાર મારવામાં આવ્યા હતા અને તેથી એજન્સી આ અંગે તેમને સંપર્ક કરી શકી ન હતી. આ સંદર્ભમાં જોશી સાથે આદિત્યનાથની બંધબારણે બેઠક એક મહત્ત્વની ઘટના છે જેની વધુ તપાસ થવી જોઇએ. તેના ઘટસ્ફોટ તપાસ એજન્સીઓને આ કેસમાં મદદરૂપ થઇ શકે છે. પરંતુ પોતાના કટ્ટરવાદી હિંદુત્વ વિધાનો માટે જાણીતા ઉ.પ્ર.ના નવા મુખ્યપ્રધાન તેમને મદદ કરવા આગળ આવશે ખરા ?

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts