વોટ્‌સએપને સરકારે વધુ એક નોટિસ ફટકારી, ભ્રામક સંદેશાઓ રોકવા પગલાં ભરવા કહ્યું

(એજન્સી) નવી દિલ્હી, તા.ર૦
સરકારે વોટ્‌સએપને વધુ એક નોટિસ પાઠવી બનાવટી અને ભ્રામક સંદેશાઓના પ્રસારને રોકવા માટે અસરકારક ઉપાય શોધવા કહ્યું છે. સરકારે કંપનીને ચેતવણી આપી છે કે, અફવાઓના ફેલાવવાના માધ્યમ બનવા તેમજ મૂકદર્શક બની રહેવા બદલ તેણે કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડશે. દેશમાં ફેક ન્યૂઝ અને ગેરમાર્ગે દોરનારા સંદેશાઓના પગલે વ્યક્તિઓની હત્યા અને હિંસાના અનેક બનાવો સામે આવ્યા બાદ સરકારે કડક વલણ અપનાવ્યું છે. સરકાર આ પહેલાં પણ વોટ્‌સએપને આ પ્રકારના સમાચારો અને સંદેશાઓ પર રોક મૂકવા નોટિસ પાઠવી ચૂકી છે. ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે, જ્યારે અસામાજિક તત્ત્વો દ્વારા અફવાઓ અથવા ખોટા સમાચારો ફેલાવવામાં આવે છે ત્યારે તેનું માધ્યમ બનનાર પણ ઉત્તરદાયી છે. કાયદા તેમજ આઈટી મંત્રી રવિશંકર પ્રસાદે રાજ્યસભાને માહિતી આપી હતી કે, તે સોશિયલ મીડિયાના દુરૂપયોગને રોકવા રાજનૈતિક દળો સહિત વિભિન્ન જવાબદાર પક્ષો સાથે મુલાકાત કરે. પ્રસાદે આ પહેલાં પાઠવેલ નોટિસ બાદ વોટ્‌સએપએ નવા ફિચરની ઘોષણા કરી છે જેમાં ઉપયોગકર્તા ફોરવર્ડ મેસેજની ઓળખ કરી શકશે. જો કે, સરકારે કહ્યું કે, માત્ર આ અંગે જાણકારી આપવી પૂરતી નથી. આવા સંદેશાને રોકવા કડક પગલાં ભરવા જોઈએ. આ અંગે અમેરિકન હેડકવોટરની મુલાકાત સરકારના હોદ્દેદારોએ લીધી હતી.

હવે વોટ્‌સએપમાં ફકત પાંચ ચેટિંગમાં જ મેસેજ ફોરવર્ડ થઈ શકશે

નવી દિલ્હી,તા.૨૦
વોટ્‌સએપના અમેરિકન હેડકવાર્ટર્સ અને ભારત ખાતેના સિનિયર એક્ઝિકયુટિવ્સે ચૂંટણીપંચ તેમજ ભાજપ અને કોંગ્રેસના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી છે. વોટ્‌સએપ્ના જણાવ્યા અનુસાર મુલાકાતનો હેતુ આગામી ચૂંટણીઓમાં મેસેજિંગ પ્લેટફોર્મનો દુરુપયોગ અટકાવવાનો છે. વોટ્‌સએપના સંચાલકોને સરકારને એવી ખાતરી આપી છે કે ભારતમાં માસ મેસેજ ફોરવર્ડીંગ પર કંટ્રોલ કરવામાં આવશે અને ફકત પાંચ ચેટિંગમાં જ મેસેજ ફોરવર્ડ થઈ શકશે. વિશ્ર્‌વમાં સૌથી વધુ વોટ્‌સએપ પર મેસેજ, વીડિયો અને ફોટા ભારતમાં જ શેર થાય છે. વોટ્‌સએપે ચૂંટણીપંચને જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે થનારી ચૂંટણીમાં ખાસ કરીને ૪૮ કલાક પહેલા તે ફેસબૂકની જેમ ‘વાંધાજનક ક્ધટેન્ટ’ ફિલ્ટર કરી ચેતવણી આપશે. ઉલ્લેખનીય છે કે, વોટ્‌સએપ પર ફેસબૂકનું નિયંત્રણ છે. ભારતમાં મતદાનના ૪૮ કલાક પહેલાં ચૂંટણીપ્રચાર બંધ થાય છે. વોટ્‌સએપ તાજેતરમાં મેકિસકોની ચુંટણીમાં ફેક ન્યૂઝ વેરિફિકેશન મોડલનો ઉપયોગ કર્યો હતો. જેના ઉપયોગ તે ભારતની ચૂંટણી માટે કરવાની યોજના ધરાવે છે. વોટ્‌સએપના એક્ઝિકયુટિવે બેઠકની વાતને સમર્થન આપ્યું હતું. તેમણ કહ્યું હતું કે, બેઠકમાં રિસર્ચ ટીમ, પબ્લિક પોલિસી સાથે સંકળાયેલા એક્ઝિકયુટિવ્સ, ગ્રાહકો તેમજ બિઝનેશસ ડેવલપમેન્ટ સાથે જોડાયેલા અધિકારી હાજર રહ્યા હતાં. ચૂંટણી પંચના અધિકરીઓને જણાવ્યું હતું કે, ચૂંટણીની આચારસંહિતા અમલમાં હોય ત્યારે વોટ્‌સએપ મોટા પાયે વિજિલન્સ જાળવવા સંમતિ દશર્વિી છે. કંપ્ની દરેક તબકકાનું મતદાન શ થાય એ પહેલાનાં ૪૮ કલાકમાં પ્રયાસોને વેગ આપશે. વોટ્‌સએપ્ની ટીમ હાલ ભારતની મુલાકાતે છે. તે મોટી બેન્કો સાથે પણ મુલાકાત કરશે. કંપ્ની ડિજિટલ પેમેન્ટ્‌સ સોલ્યૂશનમાં આ બેન્કો સાથે ભાગીદારીની યોજના ધરાવે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts