માનવીના જીવનની બહુમૂલ્ય મૂડી સમય, પણ મુસલમાનોને જ તેની કદર કેમ નથી !

સમય એ માનવીની બહુમૂલ્ય મૂડી છે. સમયના મહત્ત્વ અંગે મહાન તાબેઈન હઝરત હસન અલ બસરી (ર.અ.)એ પ્રેરણાદાયક પ્રસંગની વાત કરી છે. બગદાદની શેરીમાં ઉનાળાના તાપમાં એક બરફ વેચનારાના ઉદ્‌ગાર તેમણે સાંભળ્યા. બરફ વેચનાર કહેતો હતો કે “અય લોકો, મારી મૂડી  ઓગળી જાય એ પહેલા મારા પર દયા કરો.” Last 2 2-4-2017આ અંગે હઝરત હસન અલ બસરી ફરમાવે છે કે જેમ આ બરફ વેચનારાની મૂડી તેની પાસેનો બરફ છે અને જો તે ઓગળી જશે તો તેને ખોટ જશે, એ જ રીતે સામાન્ય માણસ પણ પોતાની મૂડી સાચવી નહીં શકે તો તેને ધંધામાં નુકસાન જશે માટે આપણે આપણી મૂડીને સાચવી રાખવી જોઈએ અને માનવીના જીવનની બહુમૂલ્ય મૂડી સમય છે. આ જ બાબત સુરએ અલ અશ્રમાં યાદ અપાવતા અલ્લાહત્આલા ફરમાવે છે કે જો આપણે આપણી મૂડી (સમય)ને દુનિયા માટે બરબાદ કરીશું તો ચોક્કસ અમે ખોટમાં કે નુકસાનમાં છીએ. અલ્લાહે જન્નતના બદલામાં મુસલમાનોના જીવન અને તેમની સંપત્તિ ખરીદી લીધી છે. ત્યારે આપણે બજારોમાં મોડી રાત્રિ સુધી બેસી, ગપ્પા મારી તમામ પ્રકારની બુરાઈઓમાં રોકાઈ શું નુકસાનનો સોદો તો નથી કરી રહ્યા ને ? મુસલમાનો આ જ બાબત જો સમજી જાય તો તે જ ઘડીથી સાચી તોબા કરી સાચા માર્ગે પરત ફરશે. અલ્લાહત્આલા તમામ મુસલમાન ભાઈ-બહેનોને સમયની કદર કરવાની અને નેક આમાલ કરવાની તૌફિક અતા ફરમાવે-આમીન.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts