માળિયામિંયાણા : પવનચક્કીના કોપર વાયર ચોરનાર આરોપી રાજકોટમાંથી ઝડપાયો

(સંવાદદાતા દ્વારા)
માળિયામિંયાણા, તા.૨૮
પાંચેક દિવસ પૂર્વે માળિયા તાલુકાના વર્ષામેડી ગામેથી પવનચક્કીનો કોપર વાયર ચોરી થવા મામલે માળિયા પોલીસે ત્વરિત કામગીરી કરી કોપર વાયર ચોરનાર તસ્કરને રાજકોટના આજીડેમ ચોકડી પાસેથી ઝડપી લેવામાં સફળતા મળી છે. જેમાં માળિયા તાલુકાના વર્ષામેડી ગામે પવનચક્કીમાંથી કોપરના વાયરનું કટિંગ કરી તસ્કરો ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાતા માળિયા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી આ ચોરી મામલે નક્કર હકીકત મળતા કનેક્શન રાજકોટ નીકળતા ત્વરિત માળિયા પીએસઆઇ જે.ડી. ઝાલા અને તેમની ટીમે બાતમીને આધારે રાજકોટના આજીડેમ ચોકડી નજીકથી આ ચોરીને અંજામ આપનાર અજીતભાઈ યુનુસભાઈ માજોઠી (ઉ.વ.૨૮) નામના તસ્કરને ઝડપી લીધો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks