સુરતમાં કાપડની દુકાનમાંથી મહિલા ચોર ટોળકીએ ૭૦ હજારની ચોરી કરી

(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૬
શહેરના કતારગામ વિસ્તારમાં બનેલી ચોરીની ઘટનામાં કાપડની દુકાનમાં ત્રાટકેલી મહિલા ચોર ટોળકી ડ્રોઅરમાંથી રૂ. ૭૦,૦૦૦ની રોકડા ચોરી પલાયન થઇ ગઈ હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રામપુરા સ્થિત અજમેરી પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા મોહંમદ ઝકીર મોહંમદ સલીમ અંસારી કતારગામના દરવાજા ખાતેની નીલકંઠ ચેમ્બર્સમાં ફેશન પોઈન્ટ નામની કાપડની દુકાન ધરાવે છે. તેમની દુકાનમાં રાત્રિ સમયે મહિલાઓની ચોર ટોળકી ત્રાટકી હતી. દુકાનનું આગલુ શટર વચ્ચેથી ઊંચુ કરી અંદર પ્રવેશેલી મહિલા ચોર ટોળકી કાઉન્ટરનું લોક તોડી ભાડાના ચૂકવવાના રૂ. ૪૦,૦૦૦ ચાર દિવસનો વકરો ૩૦,૦૦૦ મળી કુલ રૂ. ૭૦,૦૦૦ની રોકડા ચોરી ફરાર થઇ ગઈ હતી. ચોરી આ છએ મહિલા સીસી ટીવીમાં કેદ થઈ ગઈ હતી. ચોરીના બનાવ અંગે દુકાન માલિક મોહંમદ ઝાકીર અંસારીએ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોદ્વધાવતા પોલીસે સીસી ટીવી ફૂટેઝ આધારે વધુ તપાસ શરૂ કરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts