વર્લ્ડ કપ ક્વોલિફાયર્સ : જર્મનીએ નોર્વેને ૬-૦થી કચડી નાખ્યું

વેમ્બ્લે,તા. ૫
આગામી વર્ષે યોજાનાર વર્લ્ડ કપ ફુટબોલ માટે ક્વાલિફાઇંગ મેચોનો દોર જારી રહ્યો છે. ગ્રુપ એફની એક મેચમાં ઇંગ્લેન્ડે જોરદાર ફાઇટબેક કર્યા બાદ સ્લોવાકિયા ઉપર ૨-૧થી જીત મેળવી હતી. સ્લોવાકિયાએ વેમ્બ્લે ખાતે રમાયેલી આ મેચમાં પ્રથમ હાફમાં ત્રીજી મિનિટે જ લીડ મેળવીને ઇંગ્લેન્ડની છાવણીમાં ખળભળાટ મચાવી દીધો હતો. લોબોક્ટાએ ત્રીજી મિનિટમાં ગોલ ફટકારીને સ્લોવાકિયાને ૧-૦ની લીડ અપાવી દીધી હતી પરંતુ ઇંગ્લેન્ડ તરફથી પ્રથમ હાફમાં ૩૭મી મિનિટમાં ઇરિક ડેયરે જોરદાર ગોલ ફટકારીને પોતાની ટીમને બરોબરી ઉપર લાવી દેવામાં સફળતા મેળવી હતી. આ જીતની સાથે જ ઇંગ્લેન્ડ હવે સ્લોવાકિયા ઉપર ૫ પોઇન્ટની લીડ ધરાવે છે અને તે ગ્રુપ એફમાં ટોપ ઉપર છે. જો સ્લોવેનિયા અને લિથુનિયા સામે રમાનારી અંતિમ બે ક્વોલીફાયર મેચ પૈકી માત્ર હારને ટાળવાને સફળ રહેશે તો પણ ઇંગ્લેન્ડની ટીમ રશિયામાં રમાનાર વર્લ્ડકપમાં ક્વોલીફાઇ થવામાં સફળ થઇ જશે. સ્કોટલેન્ડની સ્થિતિ પણ બીજા નંબરની છે. માલ્ટા ઉપર ૨-૦થી જીત મેળવ્યા બાદ તેણે પણ આશા જીવંત રાખી છે. જ્યારે ગ્રુપ સીની એક મેચમાં ટીમો વેરનેર દ્વારા જોરદાર ઇન્ટરનેશનલ કેરિયર શરૂ કરીને જર્મની તરફથી ધરખમ દેખાવ કર્યો હતો. નોર્વે ઉપર જર્મનીએ ૬-૦થી જીત મેળવી હતી. જર્મનીએ નોર્વે ઉપર ૧૦૦ ટકા દેખાવનો રેકોર્ડ જાળવી રાખ્યો હતો. મેસુટ હોજીએ લાંબા ગાળા બાદ પ્રથમ ઇન્ટરનેશનલ ગોલ ફટકારીને પોતાની ટીમને લીડ અપાવી હતી. ત્યારબાદ ડ્રેગ્સલર સાત મિનિટ બાદ વધુ એક ગોલ ફટકાર્યો હતો. વેરનરે ત્યારબાદ વધુ એક ગોલ ફટકાર્યો હતો. આ બંને ગોલ થોમસ મિલર દ્વારા સેટઅપ કરવામાં આવ્યા હતા. જર્મની તરફથી રમતા આઠ મેચો પૈકી છ ગોલમાં થોમસ મુલરની ચાવીરુપ ભૂમિકા રહી છે. ગોરેટજા અને મારિયો ગોમેજે વધુ બે ગોલ કરીને ટીમને અભૂતપૂર્વ લીડ અપાવી હતી. હવે જર્મની બીજા ક્રમ પર રહેલી નોર્થન આયર્લેન્ડ ઉપર પાંચ પોઇન્ટની લીડ ધરાવે છે. નોર્થન આયર્લેન્ડ ચેક ગણરાજ્ય ઉપર ૨-૦થી લીડ મેળવીચુક્યું છે. નોર્વે અને ચેકગણરાજ્યની ટીમો ફેંકાઇ ચુકી છે. ગ્રુપ ઇમાં પોલેન્ડ પ્રથમ ક્રમાંક ઉપર છે. કઝાકિસ્તાન ઉપર પોલેન્ડે ૩-૦થી જીત મેળવી હતી જ્યારે ડેનમાર્કે અરમેનિયા ઉપર ૪-૧થી જીત મેળવી હતી. અન્ય એક મેચમાં રોમાનિયા સામે મોન્ટેગારોએ ૧-૦થી જીત મેળવી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks