Gujarat

રાજ્યમાં વિશ્વ વિકલાંગ દિવસે જુદા જુદા કાર્યક્રમો યોજાયા

અમદાવાદ, તા.૩
તા.૩ ડિસેમ્બર એટલે કે વિશ્વ દિવ્યાંગ દિને અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત રાજય અને દેશભરમાં અનેક સ્થળોએ દિવ્યાંગો અને મનોદિવ્યાંગ અને પ્રજ્ઞાચક્ષુ બાળકો-લોકોના લાભાર્થે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કુદરતી કે કૃત્રિમ રીતે શરીરમા દિવ્યાંગતા ભોગવતા મનુષ્યોની સહાયતા માટે અનેક શૈક્ષણિક સંસ્થાઓ, સામાજીક સંસ્થાઓ તેમજ સરકારના વિભાગો સતત કાર્ય કરતા હોય છે. વિશ્વ દિવ્યાંગ દિને અમદાવાદ-ગાંધીનગરમાં પણ જુદી જુદી સંસ્થાઓમાં દિવ્યાંગોને સમાજમાં એક ઉંચેરુ સ્થાન મળે એવા પ્રયાસ રુપે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. શહેરના અપંગ માનવ મંડળ સાથે સંકળાયેલા દિવ્યાંગજનો તેમજ સંચાલકોએ ઇડીઆઇ ગાંધીનગર, સમાજ કલ્યાણ ખાતા સહિતના અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. શહેરના મેમનગર વિસ્તારમાં આવેલી નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો.હરિકૃષ્ણ ડાહ્યાભાઇ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસએબલ્ડ દ્વારા પોતાના પ્રાંગણમાં મનોદિવ્યાંગ બાળકો માટે એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયુ હતું. શાળાના શિક્ષક નીલેશભાઇ પંચાલે જણાવ્યું હતું કે, આ ચિત્ર સ્પર્ધામાં બાળકોએ કુદરતી દ્રશ્યો, રાષ્ટ્રધ્વજ જેવા બહુ અદભુત ચિત્રો દોર્યા હતા. ગઇકાલે સંસ્થામાં ૯૦ જેટલા મનો દિવ્યાંગ બાળકોને લાયન્સ કલબ સંવેદના અને લાયન્સ કલબ શાહીબાગ દ્વારા શિયાળાની ઋતુને લઇ ગરમ સ્વેટર ભેટમાં આપવામાં આવ્યા હતા. આજના વિશ્વ વિકલાંગ દિન નિમિતે દિવ્યાંગોને સમાજમાં આદર અને સન્માન સાથેનું સ્થાન મળે અને તેમને પણ સ્વનિર્ભર બનાવવા માટેનો સંદેશો ફેલાવાયો હતો. આ જ પ્રકારે શહેરના આશ્રમ રોડ પર આવેલી મૂક-બધિરો માટેની શાળામાં એક પ્રોત્સાહક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દિવ્યાંગ યુવતી કલગીનું માર્ગદર્શક વક્તવ્ય રાખવામાં આવ્યું હતું.

ગુજરાતના તમામ દિવ્યાંગોને સરકાર પેન્શન આપવા માંગે છે ??

વિશ્વ વિકલાંગ દિન નિમિત્તે દિવ્યાંગ અધિકાર મંચ ગુજરાત પ્રદેશ દ્વારા રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર પાઠવી ગુજરાત રાજયના દિવ્યાંગ વ્યકિતઓ દ્વારા પૂછાયેલા કેટલા પ્રશ્નોના જવાબની માંગ કરાઈ હતી.
ગુજરાત રાજયના દિવ્યાંગ વ્યકિતઓના પ્રશ્નો
(૧) દર મહિને રૂા. પ૦૦૦/- પેન્શન આપવા માંગો છો કે કેમ ? (ર) તમામ દિવ્યાંગ લોકોને બી.પી.એલ. સ્કોરની વ્યાખ્યામાં સમાવવા માગો છો કે કેમ ?… અથવા તેમાંથી મુકતા (૩) ૪ ટકાના ધારા ધોરણ મુજબ સરકારી નોકરીઓમાં દિવ્યાંગોનો સમાવેશ કરી રોજગારી આપવા માંગો છો કે કેમ ? (૪) ર૦૧૬ના દિવ્યાંગ ધારાનો ગુજરાતમાં અમલ સુચારૂં રીતે કરવા માગો છો કે કેમ ? (પ) દિવ્યાંગ વિકાસ નિગમની રચના કરી તેમાં દિવ્યાંગોને જ સમાવવા માગો છો કે કેમ ? (૬) પંચાયતથી પાર્લામેન્ટમાં દિવ્યાંગ લોકોને પ્રતિનિધિત્વ આપવા માગો છો કે કેમ ?

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  GujaratHarmony

  ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

  માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
  Read more
  Gujarat

  વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

  શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
  Read more
  CrimeGujarat

  સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

  પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.