અમદાવાદ, તા.ર૦
સ્પેશિયલ સીટ કોર્ટે ગોધરામાં ટ્રેનનો કોચ સળગાવવા મામલે ૬ર વર્ષીય યાકુબ પાતળિયાને આજીવન કેદની સજા ફટકારી છે. આ પહેલા કોર્ટે આ કેસમાં ૩૧ લોકોને આજીવન કેદની સજા ફટકારી હતી. કોર્ટે હત્યા અને કાવતરૂં ઘડવાના ગુનામાં આ સજા ફટકારી છે. ગોધરા પોલીસે ર૦૧૮ના જાન્યુઆરી માસમાં ઘટનાના ૧૬ વર્ષ બાદ નાસતા-ફરતા યાકુબ પાતળિયાને ગોધરાના વચલા ઓઢા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. ગોધરામાં રેલવેના ડબ્બામાં થયેલ હત્યાકાંડ મામલે સ્પેશિયલ સીટ કોર્ટે ૨૦૦૨માં ગોધરામાં ટ્રેનનો કોચ સળગાવવા મામલે ૬૨ વર્ષીય યાકુબ પાતળિયાને આજીવન કેદની સજા ફટકારી છે. આ પહેલા કોર્ટે ૩૧ શખ્સોને આજીવન કેદની સજા ફટકારી હતી. આમ આ કેસમાં કુલ ૩૨ શખ્સોને આજીવન કેદની સજા થઈ છે. ૨૦૦૨માં થયેલા ગોધરા કાંડમાં ૩૧ વ્યક્તિઓને આજીવન સજા ફટકારવામાં આવી હતી, જ્યારે અન્ય એક ફરાર આરોપી યાકુબ ગની મોહમ્મદ પાતળિયા વિરૂદ્ધ ચાલતા કેસમાં આજે તેઓ દોષી જાહેર થયા હતા. આરોપી યાકુબ ગની મોહમ્મદ પાતળિયા વિરૂદ્ધ અમદાવાદ સેન્ટ્રલ જેલમાં ચૂકાદો સંભળાવવામાં આવ્યો હતો. સ્પેશિયલ કોર્ટે આજે માન્યું હતું કે, ગોધરામાં રેલવે ડબ્બામાં આગ ચાંપવામાં પાતળિયાનો મહત્વનો રોલ હતો. કોર્ટે હત્યાની કોશિશ અને કાવતરૂં ઘડવાના ગુનામાં તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ સાબરમતી એક્સપ્રેસમાં ૫૯ કાર સેવકોને સળગાવના કેસમાં સજા ફટકારવામાં આવી હતી. સાબરમતી એક્સપ્રેસના જી-૬ કોચમાં આગ લગાવવામાં આવી હતી. આ ઘટનામાં ૩૧ લોકોને આજીવન સજા ફટકારવામાં આવી હતી, જ્યારે યાકુબ ગની મોહમ્મદ પાતળિયા ફરાર હતા. ગોધરા પોલીસે ૧૬ વર્ષ બાદ નાસતા-ફરતા આરોપીને ગોધરાના વચલા ઓઢા વિસ્તારમાંથી ઝડપ્યો હતો. આ સાથે હવે આ કેસમાં કુલ આરોપીઓની સંખ્યા ૩૨એ પહોંચી છે. આરોપી યાકુબ ગની મોહમ્મદ પાતળિયાની ઉંમર હાલ ૬૨ વર્ષ છે. આ કેસમાં ૩૧ વ્યક્તિઓને ટ્રાયલ કોર્ટે ૨૦૧૧માં ગુનેગાર ઠેરવ્યા હતા, જેમાંથી ૧૧ આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવી હતી. કોર્ટે ૬૩ લોકોને નિર્દોષ છોડી મૂક્યા હતા. આ ચુકાદાને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યા બાદ કોર્ટે ૧૧ આરોપીઓની ફાંસીની સજા આજીવન કેદમાં ફેરવી હતી, તેમજ ૬૩ લોકોને મુક્ત કરવાનો આદેશ કર્યો હતો.