National

સુપ્રીમ કોર્ટે સરકારને રાફેલની કિંમત અને ઓફસેટ ભાગીદારની વિગતો જાહેર કરવા ૧૦ દિવસનો સમય આપતા યશવંત સિંહાએ કહ્યું મોટો ઘટનાક્રમ

(એજન્સી) નવી દિલ્હી, તા.૩૧
સુપ્રીમ કોર્ટે કેન્દ્રને સૂચનાઓ આપ્યા પછી પૂર્વ નાણાં મંત્રી યશવંત સિંહાએ કહ્યું કે, આ મોટી ઉપલબ્ધિ છે, હવે આ મુદ્દે બધી વિગતો જાહેર થશે એમણે કહ્યું કે, ગોપનીયતાના ઓઠા હેઠળ હકીકતોને લાંબા સમય સુધી છુપાવી શકાય નહીં.
અરજદારો તરફે પ્રશાંત ભૂષણે કોર્ટ સમક્ષ માગણી કરી કે તપાસ સીબીઆઈ દ્વારા કરાવવી જોઈએ એના જવાબમાં જજ રંજન ગોગોઈએ હળવાશથી કહ્યું પહેલાં સીબીઆઈને પોતાનો ઘર તો સરખું કરવા દો.
સુપ્રીમ કોર્ટે રાફેલ સોદા બાબતે અરૂણ શૌરી અને અન્યોની અરજીની સુનાવણી કરતા કેન્દ્ર સરકારને જણાવ્યું કે, ૧૦ દિવસોમાં સીલબંધ કવરમાં રાફેલ વિમાનોની કિંમત અને એની અન્ય વિગતો અમને આપો. અરજદારોની માગણીને ધ્યાનમાં રાખી સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોઈપણ જાહેરહિત અરજીમાં રાફેલ સોદાની જરૂરિયાત અથવા ટેકનિકલ પાસાંઓને પડકારવામાં નથી આવ્યો. એ માટે કેન્દ્ર સરકાર આગામી ૧૦ દિવસોમાં ભારતના ભાગીદારની માહિતી સાથે અન્ય માહિતી પણ અમને આપે. કોર્ટે આ વખતે સ્પષ્ટ કર્યું કે, અમને રાફેલ સોદા સાથે જોડાયેલ ટેકનિકલ માહિતી નથી જોઈતી. મામલામાં એટોર્ની જનરલ કે.કે. વેણુગોપાલે કોર્ટને કહ્યું કે ફાઈટર વિમાનની કિંમત એક વિશેષ માહિતી છે જેને જાહેર કરી નહીં શકાય. આની સામે કોર્ટે કહ્યું કે જે માહિતી જાહેર કરી શકાય છે એ માહિતી સરકારે અરજદારોને જણાવવી જોઈએ. કેસની આગામી સુનાવણી ૧૪મી નવેમ્બરે થશે. ગઈ વખતે સુપ્રીમ કોર્ટે ફક્ત સોદાની પ્રક્રિયાની માહિતી માંગી હતી પણ આ વખતે કોર્ટે ફક્ત ૧૦ દિવસોમાં રાફેલની કિંમત અને એની સંપૂર્ણ વિગતો માંગી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.