National

નેતાઓ પર દબાવ બનાવવા સરકાર EDનો દુરૂપયોગ કરી રહી છે : યશવંતસિંહા

(એજન્સી) નવી દિલ્હી, તા.ર૬
પૂર્વ નાણામંત્રી યશવંત સિંહાએ કેન્દ્રીય એજન્સીઓનો દુરૂપયોગ કરવાનો કેન્દ્ર સરકાર પર આરોપ મૂકયો છે. યશવંત સિંહાએ શ્રીનગરમાં કહ્યું કે, ભારત સરકારની એજન્સીઓ નેતાઓ પર કેસો દાખલ કરી તેમના પર દબાવ વધારે છે. તેમણે કહ્યું કે, ઈતિહાસમાં ઈડીના આવા દુરૂપયોગનું કોઈ ઉદાહરણ જોવા મળ્યું નથી. જે રીતે સરકારે ઈડીનો દુરૂપયોગ શરૂ કર્યો છે. કાશ્મીરઘાટીની ચાર દિવસની મુલાકાતે આવેલા યશવંત સિંહાએ કહ્યું કે, કાશ્મીરમાં સ્થિતિ અસામાન્ય છે. તંત્રએ હકીકતો છૂપાવવા તેમને કોઈ પણ સ્થળે જવાની અનુમતિ ન આપી છતાં મુલાકાત સફળ રહી.