અમદાવાદ, તા.૪
ભારતીય સેનામા રાષ્ટ્રહિત અને દેશહિત માટે આહીર રેજીમેન્ટના ગઠનની ઉગ્ર માંગ માટે ૨૧ જાન્યુઆરીના રોજ ભાલકાતીર્થ ખાતેથી આંદોલનકારી પ્રવિણ રામ દ્વારા આહીર સ્વાભિમાન યાત્રાનું વિશાળ જનમેદની સાથે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જે યાત્રાએ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને હરિયાણામાં ભ્રમણ કરી અને ૩ ફેબ્રુઆરીના રોજ વિશાળ જનસંખ્યા અને કાફલા સાથે દિલ્હી તરફ કુચ કરી હતી અને ત્યારબાદ ૪ ફેબ્રુઆરીના રોજ સંરક્ષણ મંત્રાલય, ગૃહ મંત્રાલય અને પ્રધાનમંત્રી અને રાષ્ટપતિને આહીર રેજીમેન્ટના મુદ્દે રજૂઆત પણ કરવામાં આવશે. સમગ્ર યાત્રા દરમ્યાન તમામ રાજ્યોમાં હજારોની સખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી યાત્રાનું સ્વાગત કરી યાત્રાને સફળ બનાવી હતી. તેમજ સમગ્રયાત્રા દરમ્યાન ભાલકાતીર્થની માટીને દ્વારકા, સાંવરિયા શેઠ, ગોકુલ, મથુરા, વૃંદાવન, ગોવર્ધન, ૧૮૫૭ સ્મારક, રેજાગલા સ્મારક, દિલ્હી સંસદ ભવન જેવા અનેક સ્થળોએ સમર્પિત કરવામાં આવી હતી. આ યાત્રામાં હરિયાણાથી રાવ અજીતસિંહ, ગુજરાતથી અરજણભાઈ આંબલિયા, રાજસ્થાનથી સાવલરામ યાદવ યાત્રામાં ઉપસ્થિત રહી મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.
આ યાત્રાના આયોજક આંદોલનકારી પ્રવિણ રામે જણાવ્યું હતું કે, આહીર રેજીમેન્ટના મુદ્દે આ લડત હવે દેશવ્યાપી બનશે અને જો સરકાર દેશહિતની માંગ માટે આંદોલનના માર્ગે નહીં સમજે તો સમગ્ર ભારતનો અંદાજીત ૨૬ કરોડ આહીર સમાજ સરકારને વોટની તાકાતથી પણ જવાબ આપશે.
0.5