યમનના પાટનગરમાં હવાઈ હુમલા, અલ-કાયદાના ૧૧ આતંકી ઠાર મરાયા

(એજન્સી) યમન, તા.૧૧
યમનમાં સુરક્ષા દળોએ એક સૈન્ય અભિયાન દરમિયાન અલ-કાયદાના ૧૧ આતંકીઓને ઠાર માર્યા છે. યમનના દક્ષિણ-પૂર્વ પ્રાંતમાં યુએઈમાં યમન દ્વારા સમર્થિત આતંકવાદ વિરોધી સેનાએ આતંકવાદીઓના કબજાથી કેટલાક ક્ષેત્રોને મુક્ત કરાવવા અને હવાતા શાબ્વા ગામમાં સ્થિરતા લાવવા માટે સંગઠિત અભિયાન શરૂ કરી દીધો છે. સૂત્રો અનુસાર આતંકવાદીઓ સાથે લડતી વખતે યુએઈ સમર્થિત યમની સેનાના નેતા કર્નલ અલી બુહાર અને ૧૦ જવાનો ઘવાયા છે. એક મેડિકલ અધિકારીએ જણાવ્યું કે, તમામ ઘાયલ સૈનિકોને નજીકના હાદ્રામાઉન્ટમાં સારવાર માટે યુએઈના હેલિકોપ્ટરથી મોકલાયા છે. અગાઉ મે ર૦૧૭માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની યાત્રા પહેલા સઉદી અરબે યમનની એક મિસાઈલ ઠાર મારી હતી. વિદ્રોહીઓથી સઉદી અરબના નેતૃત્વમાં લડી રહેલ ગઠબંધને નિવેદન જાહેર કરી કહ્યું કે, સઉદી અરબની હવાઈ રક્ષા પ્રણાલીએ પાટનગર રિયાધના દક્ષિણમાં એક મિસાઈલ તોડી પાડી છે. તેમણે કહ્યું કે, ર૦૦ કિમી લાંબા અંતરની મારક ક્ષમતા ધરાવતી આ મિસાઈલને શહેરના પશ્ચિમ ભાગમાં નષ્ટ કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર સઉદીના લડાકુ વિમાનોએ યમનના પાટનગર સના પાસે જવાબી હુમલા કર્યા છે. ઈરાન સમર્થિત હૌથી લડાકુઓ તેના પહેલા પણ સઉદી પર મિસાઈલ હુમલો કરી ચૂક્યા છે. ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદે આવ્યા છે ત્યારે તેમણે પોતાની પ્રથમ વિદેશ યાત્રા સઉદી અરબથી શરૂ કરી હતી. તેમની આઠ દિવસની મુલાકાતમાં તે ઈઝરાયેલ, પેલેસ્ટીની ક્ષેત્ર, બ્રુસેલ્સ, ધ વેટિકન અને સિસલીની પણ મુલાકાતે ગયા હતા. અહીં ટ્રમ્પે સઉદી અરબની મુલાકાત દરમિયાન સઉદી શાહ સલમાન બિન અબ્દુલ અઝીઝના અભિવાદનમાં નમ્યા તો વિવાદ સર્જાયો હતો. ટ્રમ્પના પ્રચાર સલાહકાર રહેલા રોઝર સ્ટોને રાષ્ટ્રપતિની આ હરકતને લઈને તેમના જોરદાર હુમલો કર્યો હતો. રોઝરે કહ્યું હતું કે, ઈસ્લામિક કટ્ટરતાને સૌથી વધુ પ્રોત્સાહન આપનારા સઉદીના શાહ સામે રાષ્ટ્રપતિનું નમન સૌથી શરમજનક છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks