૭પ૦થી વધુ દિવ્યાંગોએ સાયલન્ટ યોગા કરી વૈશ્વિક ઈતિહાસ રચ્યો !

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા.ર૧
મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં આજે અમદાવાદ ખાતે અનોખો વિશ્વ ઈતિહાસ રચાયો આજે વિશ્વ યોગ દિવસે ૭પ૦થી વધુ દિવ્યાંગ ભાઈ-બહેનોએ સાઈલન્ટ યોગા નિદર્શન કરી વેશ્વિક ઈતિહાસ રચ્યો છે. આ સાયલન્ટ યોગા નિદર્શનમાં તમામ દિવ્યાંગ બાળકોને હેડફોનથી સુસજજ કરવામાં આવ્યા હતા અને તેને બ્લ્યુ ટુથથી જોડવામાં આવ્યા હતા. જેમાં હેડફોનમાં સંભળાતા માર્ગદર્શન અનુસાર યોગ નિદર્શન એક સાથે કર્યા હતા. જેનાથી મુખ્યમંત્રી પ્રભાવિત થયા હતા. કાર્યક્રમ સમાપ્ત થયા પછી મુખ્યમંત્રીએ દિવ્યાંગ ભાઈ-બહેનો સાથે સ્નેહસભર સંવાદ કર્યો હતો આ યોગા નિદર્શનનું પરીક્ષણ કરવા માટે ગિનીઝ વર્લ્ડ ઓફ રેકોર્ડની ટીમ પણ આવી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કુદરતે આપેલી કોઈક ખોટ છતાં પણ આ દિવ્યાંગજનોએ યોગ કરીને તેમના આત્મવિશ્વાસનો પરિચય કરાવ્યો છે અને રેકોર્ડ પણ સજર્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks