રાજ્યભરમાં વિશ્વ યોગ દિનની શાનદાર ઉજવણી : ૧.ર૪ કરોડથી વધુ લોકો જોડાયા

રાજ્યભરમાં થઈ આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી

દેશભરમાં ર૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા પણ સમગ્ર રાજ્યમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે યોજાયેલા યોગ દિવસના કાર્યક્રમમાં રાજ્યપાલ ઓ.પી.કોહલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત કેન્દ્રીયમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. ૧૧૦૦૦ જેટલા લોકોએ યોગ કરી યોગ દિવસની ઉજવણી કરી હતી.

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.ર૧
સમગ્ર વિશ્વમાં ઉજવાઈ રહેલ વિશ્વ યોગ દિનની અમદાવાદમાં રાજ્ય કક્ષાના મુખ્ય કાર્યક્રમ સહિત રાજ્યભરમાં શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના તમામ ૩૩ જિલ્લામાં ૪૮ હજારથી વધુ સ્થળો પર ૧.ર૪ કરોડથી વધુ નાગરિકોએ યોગ દિનમાં સામેલ થઈ યોગ કર્યા હતા. રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે રાજ્યપાલ ઓ.પી.કોહલી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. રાજ્યપાલ ઓ.પી. કોહલીએ ભારતની જ્ઞાન પરંપરામાં યોગના અદભૂત પ્રદાનને આવકારતાં જણાવ્યું હતું કે યોગ ભારતીય સંસ્કૃતિના પ્રતિક રૂપે વિશ્વ આખામાં ઉભર્યો છે. એટલું જ નહીં તેને વૈશ્વિક સ્વીકૃતિ પણ મળી છે. રાજ્યપાલ વધુમાં જણાવ્યું હતું કે ભારતીય ચિકિત્સા પદ્ધતિમાં પણ યોગનું મહત્ત્વ પ્રસ્થાપિત થયું છે અને સ્વીકાર્યું પણ છે. વિશ્વ આજે જે તનાવપૂર્ણ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છ ત્યારે યોગને જીવનશૈલી સાથે જોડવો તે સમયની માંગ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિશ્વ યોગ દિવસની રાજ્ય ઉજવણીમાં સહભાગી થતા જણાવ્યું કે દુનિયાને તનાવમુક્તિ, વિશ્વ કલ્યાણ અને તે દ્વારા વિશ્વ બન્ધુત્વભાવની આત્મિક ચેતના જગાવવાનો માર્ગ ભારતીય સનાતન સંસ્કૃતિની યોગ એ બતાવ્યો છે. તેમણે આ અવસરે આહ્‌વાન કર્યું કે સ્વાસ્થ અને તંદુરસ્ત તેમજ તનાવ મુક્ત જીવન માટે સૌ કોઈ આ યોગને એકાદ દિવસ પૂરતી મર્યાદિત ન રાખતા પોતાના દૈનિક જીવન ચર્ચાનો કાયમી હિસ્સો બનાવે. રાજ્યના ૩૩ જિલ્લાઓમાં જાહેર સ્થળોએ યોગ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ૧,ર૪,૪૯,૪૩૩થી વધુ નાગરિકો જોડાયા હતા. આ કાર્યક્રમમાં ૪પ,ર૯૭ માસ્ટર્સ ટ્રેનર્સ, પ૧,૭૮૦ કો-ઓર્ડનેટર્સે યોગ નિદર્શનની શ્રેષ્ઠ સેવાનો આપી હતી. રાજ્યમાં યોજાયેલ કાર્યક્રમોમાં ૭ર,૭૬,૯૬પ પુરૂષો, પ૧,૭ર,૪૬૮ મહિલાઓ, ૧૯,૧૪,૪૩૬ બાળકો, ર૧૭૦ સગર્ભા મહિલાઓ, પ૦પ૧૦ જેટલા દિવ્યાંગો જોડાયા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks