National

રોડ ટુ ૨૦૧૯ ? કાશ્મીરી પંડિતોને ધર્મ બદલવા ઔરંગઝેબે દબાણ કર્યું હતું : યોગી આદિત્યનાથ

(એજન્સી) લખનઉ, તા. ૨૮
બાદશાહ અકબર બાદ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બીજા મુઘલ શાસક ઔરંગઝેબને નિશાન બનાવતા દાવો કર્યો છે કે, તેમણે કાશ્મીરી પંડિતોને તેમનો ધર્મ બદલવા દબાણ કર્યું હતું. બંજારાની એક સભાને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કાશ્મીરી પંડિતો પર જ્યારે ઔરંગઝેબના અત્યાચારની શરૂઆત થઇ ત્યારે ઔરંગઝેબથી મુક્તિ માટે કાશમીરી પંડિતોનો એક જૂથ ગુરૂ તેગ બહાદૂરની પાસે દિલ્હીમાં આવે છે અને પોતાની પીડા દર્શાવે છે કે, બળજબરીથી અમારૂ ધર્માંતરણ થઇ રહ્યું છે, અમને દબાવવામાં આવે છે, અપમાનિક કરવામાં આવે છે. ગુરૂ તેગ બહાદૂર સિખ ધર્મના નવમા ગુરૂ હતા. આદિત્યનાથે કહ્યું કે, ગુરૂ તેગ બહાદૂર કાશ્મીરી પંડિતોના બચાવમાં આવ્યા હતા અને તેમને કહ્યું હતું કે, ઔરંગઝેબથી ડરવાની જરૂર નથી. ગુરૂ તેગ બહાદૂરે તેમને એવી સલાહ આપી કે ઔરંગઝેબ પાસે જઇને કહો કે અમારા ગુરૂ આ ધર્મને અપનાવશે તો જ અમે આ ધર્મ અપનાવીશું. યોગીએ કહ્યું કે, ઔરંગઝેબને લાગ્યું કે આ તો એકદમસરળ કામ છે, તેમણે ગુરૂ તેગ બહાદૂરની ધરપકડ કરી અનેક પ્રકારની યાતનાઓ આપવાનું શરૂ કર્યું પરંતુ ગુરૂ તેગ બહાદૂર ટસથી મસ ના થયા. યોગીએ કહ્યું કે એ સમયે બંજારા સમુદાયના લોકો ગુરૂ તેગ બહાદૂરના સન્માનમાં ઊભા થયા અને જેથી તેઓ પોતાના પૂર્વજોના દેશ અને સમાજ માટે બલિદાન પર ગર્વ કરી શકે. કેટલાક દિવસ પહેલા જ યોગીએ જણાવ્યું હતું કે, મુઘલ સમ્રાટ અકબર નહીં પણ ૧૬મી સદીના મેવાળના રાજા મહારાણા પ્રતાપ જ મહાન હતા. તેઓએ અકબરને રાજા માનવાનો ઇન્કાર કર્યો હતો અને અરવલ્લીની પર્વતમાલામાં વળતી લડત આપીને અકબરને હરાવી પોતાના કિલ્લામાં પરત ફર્યા હતા.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    રાજકોટ પછી દિલ્હીની હોસ્પિટલ સળગી, ૭ નવજાતનાં મોત

    દિલ્હીની વિવેકવિહારમાં આવેલી ન્યુ…
    Read more
    NationalPolitics

    ‘‘મારો દીકરો તમને સોંપું છું’’ : રાયબરેલીમાં સોનિયાની ભાવુક અપીલ

    રાયબરેલીમાં સોનિયા ગાંધી સાથે…
    Read more
    National

    બુરખો પહેરેલી પ્રશંસકને ગળેભેટવાનું શાહરૂખ ખાને ટાળી લોકોના દિલ જીત્યાં, વીડિયો વાયરલ થયો

    (એજન્સી) તા.૧૭બોલિવૂડ સુપરસ્ટાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.