(એજન્સી) લખનૌ, તા.૧પ
મુખ્યમંત્રી આદિત્યનાથની સુરક્ષામાં ચૂક પ્રકાશમાં આવતા પ્રશાસનમાં હડકંપ મચી ગયો હતો. મંગળવારે કાસગંજ પહોંચેલા સીએમ યોગીના હેલિકોપ્ટરને આપત્તિના સમયે એક ખેતરમાં ઉતારવું પડ્યું એમ અધિકારીએ જણાવ્યું હતું. અધિકારીના જણાવ્યા અનુસાર જિલ્લા અધિકારી દ્વારા ખૂબ જ નાની જગ્યામાં હંગામી હેલિપેડ બનાવવામાં આવ્યું હતું જ્યાં હેલિપેડ બનાવાયું હતું તે જગ્યા નાની હતી સાથે જ આસપાસ ઘણા વૃક્ષો હતા. આ પ્રકારની વીઆઈપી ઉતરણ માટે સુરક્ષાની કોઈ સૂચના અગાઉથી આપવામાં આવી નહોતી. સૂત્રો મુજબ જિલ્લા વહીવટી ક્ષેત્રે થયેલ આ ભારે ચૂક બાદ કાસગંજના ડીએમ આરપીસિંહ સામે કાર્યવાહી થયાનું માનવામાં આવી રહ્યું છે. સુરક્ષા મુખ્યાલય દ્વારા સુરક્ષા માટે થયેલ ચૂકમાં તપાસના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રીના હેલિપેડ માટેના સ્થાનની પસંદગી ડીએમ કરતાં હોય છે જ્યારે નિર્માણ કાર્ય પીડબ્લ્યુડી પાસે હોય છે. કાસગંજમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સુરક્ષામાં થયેલ ચૂકને પગલે નાયબ મુખ્યમંત્રી કૈશવ પ્રસાદ મૌર્યે કાસગંજના મુખ્ય અધિકારી, નાયબ અધિકારી અને સહાયક અધિકારીને બરતરફ કરી દીધા છે.